________________
૩૯૮
શ્રીભગવતી-સાર ત્યારે સંભવે છે. મનુષ્યો અને તિર્યાની આખી જિન્દગી સુધી એક જ લેસ્યા કાયમ હોતી નથી. નિમિત્તવશાત તે બદલાયા કરે છે. જે દેહધારી મરણોન્મુખ હોય છે તેનું મરણ તદ્દન છેવટની એવી લેસ્યામાં થઈ શકે છે કે જે વેશ્યા સાથે એને સંબંધ એાછામાં ઓછું અંતર્મદ સુધી તે રહ્યો હોય. અર્થાત કોઈ પણ પ્રાણી લેમ્યાના સંપર્કની પહેલી પળે જ મરી શકતો નથી. કિંતુ જ્યારે એની કેાઈ લેસ્યા નિશ્ચિત થાય છે, ત્યારે જ એ એના જૂના દેહને છોડી નૂતન દેહ તરફ જઈ શકે છે. અને લેસ્યાને નિશ્ચિત થતાં ઓછામાં ઓછું અંતમુહૂર્ત તે લાગે છે. તેથી જ કહ્યું છે કે, જ્યારે લેસ્યાના સંપરિણામનો પહેલો સમય હોય, ત્યારે કોઈ પણ જીવન પરભવમાં જન્મ થતો નથી; તેમ જ જ્યારે લેસ્થાના સંપરિણામનો છેલ્લો સમય હોય, ત્યારે પણ કોઈ જીવન પરભવમાં જન્મ થતો નથી. લેસ્યાને સંપરિણામ થયાને અંતર્મુહૂર્ત વીત્યા પછી કે અંતર્મુહૂર્ત બાકી રહ્યા પછી જ છ પરલોકમાં જાય છે. પરંતુ આ હકીકત માત્ર મનુષ્ય અને તિર્થને જ બંધ બેસતી છે. દેવો તથા નારા માટે તો આ પ્રમાણે છે: દેવ અને નારકોની કોઈ પણ લેણ્યા આખી જિંદગી સુધી એકસરખી જ રહે છે. તેઓ તો જ્યારે મરણોન્મુખ હોય છે, ત્યારે તેઓની લેસ્યાનો અંત આવવાને હજુ અંતર્મુહૂર્ત બાકી રહેલું હોય છે. તેથી તેઓ જે લેસ્યામાં હોય છે તે જ લેસ્યામાં પુનર્જન્મ ગ્રહણ કરે છે. *
• ટીકામાંથી કેટલીક વધુ વિગતો જુદી તારવી છેઃ ૧. કૃષ્ણ, નીલ અને કાપાત લેશ્યાવાળામાં સંયતપણું સંભવિત નથી;
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org