SearchBrowseAboutContactDonate
Page Preview
Page 401
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૨ શ્રીભગવતીસાર વિકલ્પ પાંચ જ્ઞાન અને ત્રણ અજ્ઞાન હોય છે. (એટલેકે જેઓ જ્ઞાની છે તેમને પાંચ જ્ઞાન, અને અજ્ઞાની છે તેમને ત્રણ અજ્ઞાન વિકલ્પ જાણવાં.) દાનલબ્ધિવાળાને પાંચ જ્ઞાની અને ત્રણ અજ્ઞાનર વિકલ્પ હોય છે. દાનલબ્ધિરહિત (સિદ્ધ) અવશ્ય એક કેવલજ્ઞાનવાળા જ છે. એ પ્રમાણે છેક વીર્યલબ્ધિ અને વીર્યલબ્ધિરહિત છ સુધી જાણવું. બાલવીયલબ્ધિવાળા જીવોને ત્રણ જ્ઞાન અને ત્રણ અજ્ઞાન વિકલ્પ હોય છે. અને બાલવીર્યલબ્ધિરહિત જીવોને પાંચ જ્ઞાન વિકલ્પ હોય છે." પંડિતવીર્યલબ્ધિવાળાને વિકલ્પ પાંચ જ્ઞાન હોય છે; અને પંડિત વીર્યલબ્ધિરહિતને મન:પર્યવજ્ઞાન સિવાય ચાર જ્ઞાન અને ત્રણ અજ્ઞાન વિકલ્પ હોય છે. ૧. કારણ કે કેવલજ્ઞાની પણ દાનલબ્ધિયુક્ત છે. ૨. જ્ઞાનીને જ્ઞાન અને અજ્ઞાનીને અજ્ઞાન જાણવાં. ૩. તેમને દાનાતરાયને ક્ષય છે, પણ દેવા લાયક વસ્તુના અભાવથી, પાત્રના અભાવથી અને દાનના પ્રજનના અભાવથી તેમને દાનલબ્ધિરહિત કહ્યા છે. ૪. બાલવીર્ય લબ્ધિવાળા અસંયત (અવિરતિ) કહેવાય છે. ૫. કારણ કે બાલવીર્ય લબ્ધિરહિત છવો કાંતો સર્વવિરતિ હોય, દેશવિરતિ હોય, કે સિદ્ધ હેય. ૬. કારણ કે પંડિતવીર્ય લબ્ધિરહિત કાં અસંત હોય. કાતો દેશસયત હોય કે તે સિદ્ધ હોય. તેમાં અસંયતને . પ્રથમનાં ત્રણ જ્ઞાન કે ત્રણ અજ્ઞાન વિકલ્પ હેય. દેશસંયતને ત્રણ જ્ઞાન વિકલ્પ હોય. અને સિદ્ધને એક કેવલજ્ઞાન Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004620
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Sar
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1938
Total Pages804
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy