________________
શ્રીભગવતી-સાર આર્યો બે પ્રકારના છેઃ ઋદ્ધિપ્રાપ્ત અને અનુદ્ધિપ્રાપ્ત તેમાં ઋદ્ધિપ્રાપ્તના છ પ્રકાર છે: અહંત, ચક્રવતી, બલદેવ, વાસુદેવ, ચારણ, અને વિદ્યાધર.
અનુદ્ધિપ્રાપ્તના નવ પ્રકાર છે. ૧. મગધ-રાજગૃહ વગેરે અમુક સાડીપચીસ આર્ય દેશમાં જન્મેલા “ક્ષેત્રઆર્ય' ૨. અંબઇ, કલિંદ, વૈદેહ, દંગ, હરિત અને ચંચું એ છે પૂજ્ય. જાતિમાં જન્મેલા “જાતિઆર્ય. ૩. રાજન્ય, ભગ, ઉગ્ર, ક્વાકુ, જ્ઞાત, અને કૌરવ્ય એ છે કુલેમાં જન્મનાર તે “કુલઆર્ય'. ૪. સૂતર વેચનારા, કાપડિયા, કપાસ વેચનારા, કુંભાર, પાલખી ઉપાડનાર વગેરે ‘કર્મ આર્ય છે. ૫. તૃણનારા, વણનારા, પટેળાં વણનારા, મશકે બનાવનારા; સાદડી, ચાખડીઓ, મુંજની પાદુકા, છત્રીઓ, વાહન, પૂછડાંના વાળનું શિલ્પ, લેપ, પૂતળાં, શંખનું શિ૯૫, દાંતનું શિલ્પ, ભાંડનું શિલ્પ, કોડીઓનું શિલ્પ, તથા ભાલા વગેરેનું કામ કરનારા શિલ્પઆર્યો છે. ૬. અર્ધમાગધી ભાષા બોલનારા તથા બ્રાહ્મી વગેરે લિપિઓ જાણનારા ‘ભાષાઆર્ય છે. 9. “જ્ઞાના પાંચ • પ્રકારના જ્ઞાન મુજબ પાંચ પ્રકારના છે. ૮. ‘દર્શનાર્થે બે પ્રકારના છે. સરાગ દર્શનાર્ય ૩ અને વીતરાગ દર્શનાર્ય
૧. છેલ્લા બે પ્રકાર, આકાશાદિમાં ગમન વગેરે વિશિષ્ટ શક્તિ પ્રાપ્ત કરનારા મનુષ્યો છે.
૨ જુઓ આ માળાનું “યોગશાસ્ત્ર પા. ૧૯. ત્યાં તીર્થકરાદિની ઉત્પત્તિ છે, તેથી તે ક્ષેત્ર આર્ય છે, બાકીનું અનાર્ય છે.
૩. તેના નિસર્ગ રુચિ વગેરે દશ પ્રકારો માટે જુઓ આ માળાનું અંતિમ ઉપદેશ” પુસ્તક પા. ૧૬૪.
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org