SearchBrowseAboutContactDonate
Page Preview
Page 36
Loading...
Download File
Download File
Page Text
________________ ધર્મજ્ઞાનનું મૂળ પ્રહ–હે ભગવન્! તેનું શું કારણ ઉ– હે ગૌતમ! જે જીવે જ્ઞાનને આવરણ કરનાર કર્મનો કાંઈક અંશે ક્ષય તેમ જ અન્ય અંશે ઉપશમ કર્યો હોય, તે જીવને કેઈની પાસેથી સાંભળ્યા વિના પણ કેવલીએ કહેલા ધર્મનું જ્ઞાન થાય. પરંતુ જે જીવના જ્ઞાનાવરણીય કર્મને ક્ષપશમ નથી થયો, તે જીવને કેવલી વગેરેની પાસેથી સાંભળ્યા વિના ધર્મનું જ્ઞાન ન થાય. પ્રો—હે ભગવન્! કેવલી વગેરે પાસેથી ધર્મ સાંભળ્યા વિના કોઈ જીવ શુદ્ધ બોધિ એટલે કે સદર્શન અથવા સમ્યકત્વ પ્રાપ્ત કરી શકે? ઉ૦–હે ગૌતમ! જે જીવે દર્શનાવરણીય અર્થાત દર્શનમોહનીય કર્મને ક્ષપશમ કર્યો છે, તે જીવ કેવલી વગેરે પાસેથી ધર્મ સાંભળ્યા વિના પણ શુદ્ધ સમ્યગ્દર્શન પ્રાપ્ત કરે; અને તેમ ન કરનારે જીવ કેવલી વગેરે પાસેથી સાંભળ્યા વિના ન પ્રાપ્ત કરે. પ્ર–હે ભગવન્! કેવલી વગેરે પાસેથી ધર્મ સાંભળ્યા વિના કોઈ પણ જીવ મુંડ એટલે કે દીક્ષિત થઈને, ગ્રહવાસ ત્યજી પ્રજ્યાને સ્વીકારે ? ૧. જુઓ પ્રકરણને અંતે ટિ૫ણ નં ૧. ૨. ઉદયમાં આવેલા અંશને ક્ષય; અને બાકીનાનો ઉપશમ. ૩. અર્થાત સત્યની પ્રતીતિ, હેય કે ઉપાદેય તત્ત્વના યથાર્થ વિવેકની અભિરુચિ, તથા તેના બળથી ઉત્પન્ન થતી ધર્મતત્ત્વનિષ્ઠા. ૪. જુઓ પ્રકરણને અંતે ટિપ્પણ . ૧. Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004620
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Sar
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1938
Total Pages804
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy