________________
૩૨૯
જીવનાં જ્ઞાન હોય છે. જે અજ્ઞાની સંસી થકી આવી દેવગતિમાં જાય છે, તેને વિર્ભાગજ્ઞાન અવશ્ય હોવાથી ત્રણ અજ્ઞાન હોય છે. નરકગતિનું પણ તેવું જ જાણવું. તિર્યંચગતિમાં જતા જીવોને બે જ્ઞાન કે બે અજ્ઞાન હોય છે. સેન્દ્રિય જીવોને વિકપે ચાર જ્ઞાન અને ત્રણ અજ્ઞાન હોય છે. અનિંન્દ્રિય જીવ (મુક્ત) ને સિદ્ધની પેઠે જાણવા.
સંજ્ઞી છે, અને વેદસહિત જીવો સેન્દ્રિય પ્રમાણે જાણવા. સકાયિક જીવોને પાંચ જ્ઞાન અને ત્રણ અજ્ઞાન વિકલ્પ હોય છે. સંગી જીવો સકાયિકની પેઠે જાણવા. લેસ્યાવાળા જીવોને પણ તેમજ જાણવા. કૃષ્ણ થી પદ્મ લેસ્યાવાળાને સેન્દ્રિય જેવા તથા શુલલેસ્યાવાળાને લેસ્યાવાળા જેવા જાણવા. અને સિદ્ધ જેવા જાણવા.
૧. કારણ કે સમ્યગદષ્ટિ જી અવધિજ્ઞાનથી પડ્યા પછી મતિ-સુતજ્ઞાન સહિત તિર્યંચગતિમાં જાય છે તેથી તેમને બે જ્ઞાન હોય છે. અને મિથ્યાષ્ટિ જીવો વિર્ભાગજ્ઞાનથી પડ્યા પછી તિર્યંચગતિમાં જાય છે, માટે તેમને બે અજ્ઞાન હોય છે.
૨. તેઓને કેવલજ્ઞાન નથી હોતું; કારણ કે તે અતીન્દ્રિય જ્ઞાન છે. '
૩. જે જ્ઞાની છે તેને જ્ઞાન, અને અજ્ઞાની છે તેને અજ્ઞાન એમ સર્વત્ર સમજવું.
૪. કારણ કે કાય એટલે શરીર, તે તે કેવલીને પણ હેય. પ. કેમ કે કેવલીને પણ મને યોગાદિ હેય. ૬. કારણ કે કેવલીને પણ શુક્લલેસ્યા હેય.
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org