________________
અતિભમવતીન્સાર ત્યારે મહાવીર ભગવાને જવાબ આપ્યો કે, હે ગૌતમ! તે સાધુએાએ સાચું જ કહ્યું છે, તેઓ એવા પ્રકારને જવાબ દેવા સમર્થ છે; તેઓ વિપરીત જ્ઞાન વિનાના, સારી પ્રવૃત્તિવાળા, અભ્યાસી તેમ જ વિશેષજ્ઞાની છે. અને હું પોતે પણ એમ જ કહું છું, તથા જણાવું છું.
હવે ગૌતમે ભગવાનને પૂછયું :
“હે ભગવન ! તેવા પ્રકારના શ્રમણ કે બ્રાહ્મણની પિયુ પાસ કરનાર મનુષ્યને શું ફળ મળે ?'
ઉ૦ હે ગૌતમ! સજજનની પર્યાપાસનાનું ફળ શ્રવણુ છે.
પ્ર–હે ભગવન ! શ્રવણનું શું ફળ છે? ઉ–હે ગૌતમ! શ્રવણનું ફળ જ્ઞાન છે. પ્રવે--હે ભગવન ! જ્ઞાનનું શું ફળ છે?
–હે ગૌતમ! જ્ઞાનનું ફળ વિજ્ઞાન છે. પ્રહ–હે ભગવન ! વિજ્ઞાનનું શું ફળ છે? ઉ–હે ગૌતમ! વિજ્ઞાનનું ફળ પ્રત્યાખ્યાન છે. પ્ર–હે ભગવન્ પ્રત્યાખ્યાનનું શું ફળ છે! ઉ૦–હે ગૌતમ! પ્રત્યાખ્યાનનું ફળ સંયમ છે. પ્ર–હે ભગવન! સંયમનું શું ફળ છે?
ઉ– હે ગૌતમ! સંયમથી પાપકર્મનાં દ્વાર બંધ થાય છે.
૧. આ વસ્તુ લેય છે, આ વસ્તુ ઉપાદેય છે – એવું વિવેકજ્ઞાન.
૨. પાપથી અટકવું, પાપના ત્યાગનો નિયમ કરવો તે. ૩. મૂળમાં “આસ્રવ” છે.
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org