________________
શ્રીભાગવતી સારી થશે. ત્યાંથી એવી તે મહાવિદેહ ક્ષેત્રને વિષે ધનિક કુળમાં પુત્રરૂપે ઉત્પન્ન થશે; અને પછી તેને ઉત્તમ કેવલજ્ઞાન અને કેવલદર્શન પ્રાપ્ત થશે. તેનું નામ તે વખતે દઢપ્રતિ હશે. તે પિતાને અતીત કાળ જેઈને શ્રમણનિર્ચાને બેલાવીને કહેશે, “હે આર્યો! આજથી ઘણા કાળ પહેલાં હું મંખલિપુત્ર ગોશાલક નામે હતો અને શ્રમણોને ઘાત કરી, છદ્મસ્થાવસ્થામાં મરણ પામ્યો હતો. હે આર્યો! તે નિમિત્ત હું અનાદિ, અનંત અને દીર્ઘમાર્ગવાળી ચાર ગતિરૂપ સંસારાટવીમાં ભમે છું. માટે તમે કોઈ આચાર્યને દેશી ન થશો, ઉપાધ્યાયના ઠેબી ન થશો; તથા આચાર્ય અને ઉપાધ્યાયના અયશ કરનારા, તેમ જ અકીર્તિ કરનારા ન થશો.
ત્યાર પછી તે શ્રમણનિગ્રંથે દઢપ્રતિ કેવલીની એ વાત સાંભળી, ભય પામી, સંસારના ભયથી ઉદ્વિગ્ન થઈ દઢપ્રતિશ કેવલીને વંદન કરશે, અને તે પાપસ્થાનકની આલોચના અને નિંદા કરશે.
ત્યાર પછી દઢપ્રતિજ્ઞ કેવલી ઘણાં વર્ષ પર્યત કેવલીપર્યાયને પાળી પિતાનું આયુષ થોડું બાકી જાણીને, આહારત્યાગ (ભક્તપ્રત્યાખ્યાન કરશે) – અને સર્વ દુઃખનો અંત લાવશે.
– શતક ૧૫ ૧. વિગતો માટે જુઓ ઔપપાતિક સૂ. ૫. ૯૯-૧ (આંબડ પરિવ્રાજકની સ્થા).
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org