________________
શાલક
૩૦૫ બળા નાશ પામશે; ત્યાંથી દક્ષિણ દિશાના અગ્નિકુમાર, દેવામાં; તથા ત્યાંથી મનુષ્યદેહમાં. પરંતુ ત્યાં તે સમ્યગદર્શન (સાચી શ્રદ્ધા) પામશે. પછી ફક્ત સમ્યગદર્શન પામી, સાધુ થઈને તે દીક્ષા લેશે; પણ તેને વિરાધી, તે દક્ષિણ દિશાના અસુરકુમાર દેવામાં ઉત્પન્ન થશે. પછી ફરી મનુષ્યજન્મ – દીક્ષા અને વિરાધનાના ક્રમથી દક્ષિણ નિકાયના નાગકુમાર દેવોમાં, પછી એ જ ક્રમથી સુપર્ણકુમારમાં, વિઘુકુમારમાં, એમ અગ્નિકુમાર સિવાયના ભવનવાસીઓમાં.? પછી ત્યાંથી નીકળી તે પુનઃ મનુષ્યશરીર પ્રાપ્ત કરશે; ત્યાં શ્રમણપણું વિરાધી જ્યોતિષિક દેવમાં ઉત્પન્ન થશે; ત્યાંથી પુનઃ મનુષ્ય શરીર પ્રાપ્ત કરશે; પરંતુ પછી શ્રમણપણું વિરાધ્યા વિના મરણ પામી, તે સૌધર્મ દેવકને વિષે દેવપણે ઉત્પન્ન થશે. ત્યાંથી ચ્યવીને તે મનુષ્ય શરીર પ્રાપ્ત કરશે, અને માત્ર સમ્યગ્રદર્શનને અનુભવ કરશે. ત્યાંથી પણ શ્રમણુપણું વિરાધ્યા વિના મરણ પામી ઈશાન દેવલોકમાં ઉત્પન્ન થશે. ત્યાંથી ચ્યવી મનુષ્ય શરીર પ્રાપ્ત કરશે.
ત્યાં પણ શ્રમણપણું વિરાધ્યા વિના મરણ પામી સનકુમાર દેવલોકમાં ઉત્પન્ન થશે; [સનકુમારને વિષે કહ્યું તેમ બ્રહ્મ દેવલોક, મહાશુક્ર, આનત અને આરણ દેવલોકને વિષે જાણવું. } ત્યાંથી વી મનુષ્ય થઈ, ત્યાં શ્રમણપણને વિરાધ્યા સિવાય મરણ પામી, તે સર્વાર્થસિદ્ધ મહાવિમાન વિષે દેવપણે ઉત્પન્ન
૧. ભવનવાસીના અસુરકુમાર, નાગકુમાર, વિઘુકુમાર, સુપર્ણકુમાર, અગ્નિકુમાર, વાયુકુમાર, સ્વનિતકુમાર, ઉદધિકુમાર, દ્વીપકુમાર અને દિકકુમાર એમ ૧૦ વગે છે. તત્ત્વાર્થ ૪–૧૧.
२०
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org