________________
ગેશાલક મહાવીરે સમર્થ હોવા છતાં તારે અત્યાચાર સહન કર્યો છે, પણ હું તો નહીં સહન કરું; હું તો તને બાળી મૂકીશ, પણ તે ચેતવણને ધ્યાનમાં લાવ્યા વિના રાજા તો ત્રીજી વાર પણ રથની ઠેકરથી તેમને પાડી નાખશે. એટલે સુમંગલ તેને રથ અને ઘેડા સહિત બાળી નાખશે. પછી તે સુમંગલ અનેક તપકર્મ કરતા કરતા ઘણાં વરસ સાધુપણું પાળી, અંતે સાઠ ટંકના ઉપવાસ વડે ( આલોચના અને પ્રતિક્રમણપૂર્વક સમાધિ પ્રાપ્ત કરીને) મરણ પામી, સૌ રૈવેયક વિમાનાવાસને ઓળંગી, સર્વાર્થસિદ્ધ મહાવિમાનમાં ૩૩ સાગરોપમ આયુષ્યવાળા થઈ, તથા આયુષ્ય પૂરું થયે ત્યાંથી વી, મહાવિદેહક્ષેત્રમાં સિદ્ધ, બુદ્ધ અને મુક્ત થશે.
આ બાજુ પેલો વિમલવાહન તો નરકની સાતમી પૃથ્વીમાં લાંબામાં લાંબા આયુષ્યવાળે નારક થશે; ત્યાંથી
વીને ભસ્થ થશે ત્યાંથી ફરી સાતમા નરકમાં નારક થશે. ત્યાંથી ચ્યવીને પણ ભસ્ય થશે. ત્યાંથી છઠ્ઠી પૃથ્વીમાં નારક થશે. ત્યાંથી એવીને સ્ત્રી થશે, ત્યાંથી ફરી છઠ્ઠી પૃથ્વીમાં નારક થશે. ત્યાંથી બીજી વાર સ્ત્રી થશે; ત્યાંથી પાંચમીમાં નારક થશે. ત્યાંથી પેટે ચાલનાર (સાપ વગેરે)
૧. આ મહાવિમાનમાં વધારેમાં વધારે કે ઓછામાં ઓછું તેટલું જ આયુષ્ય છે. આ પહેલાં બીજાં જે આયુષ્ય જણાવ્યાં છે તે ત્યાં ત્યાં બધાને નથી હોતાં, પણ કેટલાકને હોય છે એમ જાણવું. તે દેવલોકની આયુષ્યસ્થિતિ માટે જુઓ આ માળાનું અંતિમ ઉપદેશ” પુસ્તક, પા. ૨૬૬.
૨. સાત નરક પૃથ્વીઓનાં નામ માટે જુઓ આગળ સિદ્ધાંતખંડ લોકવિભાગ,
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org