________________
૮૮
શ્રીભગવતી-સાર અનંતગુણ વિશિષ્ટ બિલ, ક્ષમાને કારણથી અરિહંત ભગવંતોનું છે. તેમને તે દગ્ધ કરવાને સમર્થ નથી, પણ તેમને દુઃખ ઉત્પન્ન કરવાને શક્તિમાન છે.
હે આનંદ ! માટે તું જા, અને ગૌતભાદિને આ વાત કહે કે, “હે આર્યો ! તમે કાઈ ગોશાલકની સાથે ધર્મ સંબંધી પ્રતિચેદના – તેના મતથી પ્રતિકૂલ વચન–ન કહેશે, ધર્મ સંબંધી પ્રતિસારણું તેના મતથી પ્રતિકૂલપણે અર્થનું
સ્મરણ – તેને ન કરાવશે; અને ધર્મ સંબંધી પ્રત્યુપચાર – તિરસ્કાર ન કરશે. કારણ કે મંખલિપુત્ર શાલકે બમણનિગ્રંથ સાથે મિયાત્વ—અથવા અનાર્યપણું વિશેષતઃ આદર્યું છે. - આનંદ હજુ ગૌતમાદિને આ વાત કહે છે તેટલામાં તો કુંભારણના હાટમાંથી નીકળી પોતાના સંઘસહિત ગોશાલક વેગે ચાલતો કોઈક ચૈત્યમાં મહાવીર પાસે આવ્યો, અને તેમને કહેવા લાગ્યો, “હે આયુષ્માન કાર્યપાત્રીય ! “સંખલિપુત્ર ગોશાલક મારો ધર્મસંબંધી શિષ્ય છે એમ તમે જે કહો છે, તે ઠીક કહો છો, પરંતુ તમારે તે શિષ્ય તો શુક્લ અને શુક્લાભિજાતીય (પવિત્ર પરિણમવાળો) થઈ ને મરણ સમયે મરણ પામી કોઈ પણ દેવલોકમાં દેવપણે ઉત્પન્ન થયે છે. પરંતુ હું તો કૌડિન્યાયનગેત્રીય ઉદાયી નામે છું; મેં ગૌતમપુત્ર અર્જુનના શરીરને ત્યાગ કરી, મખલિપુત્ર શાંલકના
૧. વેશ્યાના કૃષ્ણાદિ છ પ્રકાર પ્રમાણે ગોશાલકને મત પણ આત્માના કૃષ્ણ, કૃષ્ણભિજાતીય, નીલ, નીલાભિાતીય, વગેરે છ પ્રકાર હોય એમ લાગે છે.
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org