SearchBrowseAboutContactDonate
Page Preview
Page 290
Loading...
Download File
Download File
Page Text
________________ જમાલિક કર. હે દેવ ! વિઘોને જીતી તું સિદ્ધિગતિમાં નિવાસ કર. ધિર્યરૂપ કચ્છને મજબૂત બાંધી, તપ વડે રાગદ્વેષરૂપ મલ્હોને તું ઘાત કર. ઉત્તમ શુક્લધ્યાન વડે અષ્ટ કર્મરૂપ શત્રુનું તું મર્દન કર. હે ધીર! તું અપ્રમત્ત થઈ, ત્રણ લેકરૂપ રંગમં૫ મધ્યે આરાધનાપતાકાને ગ્રહણ કરી, નિર્મળ અને અનુત્તર એવા કેવલજ્ઞાનને પ્રાપ્ત કર તથા જિનવરે ઉપદેશેલ સરલ સિદ્ધિમાર્ગ વડે પરમપદરૂપ મેક્ષને પ્રાપ્ત કર. તું પરિષહરૂપ સેનાને હણને ઈદ્રિયોને પ્રતિકૂલ ઉપસર્ગોનો પરાજય કર; તને ધર્મમાર્ગમાં અવિઘ થાઓ !” પછી ચૈત્ય નજીક આવતાં, જમાલિ શિબિકાથી નીચે ઊતર્યો. પછી તેને આગળ કરી તેનાં માતાપિતા શ્રમણભગવાન મહાવીર પાસે આવ્યાં. પછી તેમને ત્રણ વાર પ્રદક્ષિણા કરીને તેઓ બોલ્યાં. “હે ભગવન ! આ અમારે એક ઇષ્ટ અને પ્રિય પુત્ર છે. જેમ કંઈ કમળ કાદવમાં ઉત્પન્ન થાય અને પાણીમાં વધે, તો પણ તે પંકની રજથી તેમ જલના કણથી પાતું નથી, તેમ આ જમાલિ ક્ષત્રિયકુમાર પણ કામથી ઉત્પન્ન થયેલ છે અને ભાગોથી વૃદ્ધિ પામ્યો છે, તો પણ તે કામરજથી અને ભોગરજથી પાતો નથી તેમ જ મિત્ર, જ્ઞાતિ, સ્વજન, સંબંધી અને પરિજનથી પણ લેખાતો નથી. હે દેવાનુપ્રિય ! આ જમાલિ ક્ષત્રિયકુમાર સંસારના ભયથી ઉદ્વિગ્ન થયે છે, જન્મ-મરણથી ભયભીત થયો છે, અને આપની પાસે મુંડ – દીક્ષિત થઈને સાધુપણું સ્વીકારવા ઈચ્છે છે; તે આપ દેવાનુપ્રિયને અમે આ શિષ્યરૂપ ભિક્ષા આપીએ છીએ. તો હે દેવાનુપ્રિય ! આપ આ શિષ્યરૂપ ભિક્ષાનો સ્વીકાર કરે.” * Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004620
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Sar
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1938
Total Pages804
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size24 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy