________________
શ્રીભગવતીસાર
‘હાર વગેરે મહામૂલ્ય આભૂષણે પહેરાવ્યાં. પછી હજાર યુવાનોથી ઊંચકાતી એક પાલખી સજાવીને તેમાં જમાલિને પૂર્વ દિશા તરફ સિંહાસન ઉપર બેસાડ્યો. પછી તેમાં જમાલિની માતા તેને જમણે પડખે ભદ્રાસન ઉપર બેઠી. પછી તેની ધાવમાતા રજોહરણ અને પાત્ર લઈ તેને ડાબે પડખે ભદ્રાસન ઉપર બેઠી. પછી તેની પાછળ એક સુંદર યુવતી સફેદ છત્ર હાથમાં લઈને ઊભી રહી. પછી જમાલિને બંને પડખે બે યુવતીએ ધોળાં અમર ગ્રહણ કરીને ઉભી રહી. પછી તેની ઉત્તર પૂર્વ દિશાએ એક ઉત્તમ યુવતી કલશને ગ્રહણ કરીને ઊભી રહી. પછી તેની દક્ષિણપૂર્વે એક રમણી વીંઝણો લઈને ઊભી રહી. પછી તે પાલખીને એક સરખા વર્ણ અને કદવાળા ૧૦૦૦ પુરુષોએ ઊંચકી. સૌ પહેલાં સ્વસ્તિક, શ્રીવત્સ, દર્પણ વગેરે મંગલ અનુક્રમે ચાલ્યાં. પછી પૂર્ણ કલશ ચાલ્યો. પછી ગગનતલને સ્પર્શ કરતી વૈજયંતી ધજા ચાલી. પછી ઉત્તમ ઘડાઓ, હાથીઓ તથા રથી વીંટળાયેલે જમાલિકુમાર સર્વ ઋહિ સહિત વાદિના શબ્દ સહિત ચાલ્યો. તેને ચકલાં, પંચેટીઓ વગેરે રસ્તાઓમાં ઘણું ધનના અથીઓ તથા કામના અથીઓ
અભિનંદન આપતા તથા સ્તુતિ કરતા કહેવા લાગ્યા, “હે નંદ ! તારો ધર્મ વડે જય થાઓ; તારે તપ વડે જ્ય થાઓ, તારું ભદ્ર થાઓ; અખંડિત અને ઉત્તમ જ્ઞાન-દર્શનચારિત્ર વડે અજિત ઈકિને તું છત, તથા શ્રમધર્મનું પાલન
૧. તેમાં ગ્રંથિમ (ગૂંથેલી), વેષ્ટિમ (વલી), પૂરિમ (પૂરેલી) અને સંધાતિમ (પરસ્પર સંઘાત વડે તૈયાર થતી) એમ ચાર પ્રકારની માળાઓનું પણું વર્ણન છે.
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org