________________
૨૧૮
શ્રીભગવતી-સાર ઉદ્દેશીને દહીં ગેળ વગેરેથી સ્વાદુ કરેલો), મિજાત (ડોક પિતાને માટે અને થોડેક સાધુ માટે એમ પહેલેથી ભેગે રાંધેલો આહાર), અધ્યપૂરક (પોતાને માટે રાંધવા માંડ્યું હોય તેમાં સાધુને આવ્યો જાણી નો ઉમેરેલો), પૂતિકૃત (આધાર્મિક વગેરેના અંશોથી મિશ્રિત), ક્રિીત (સાધુ માટે ખરીદેલો), પ્રામિત્યક (સાધુને માટે ઊછીનો આણેલે), આચ્છેદ્યક (બીજાને ઝૂંટવીને આપેલો), અનિઃસૃષ્ટ (ઘણાને સહિયારે, બધાની રજા વિના આપેલો), અભ્યાહત (ઘર અથવા ગામથી સાધુ માટે આણેલે), કાંતારભક્ત (વનમાં સાધુ માટે માંડેલા સદાવ્રતને), દુભિક્ષભક્ત (દુકાળમાં માંડેલા સદાવ્રતને), ગ્લાનભક્ત (રેગી માટે તૈયાર કરેલો), વાઈલિકાભક્ત (વાદળ ચડી આવ્યાં હોય ત્યારે સાધુથી બહાર ભિક્ષા માટે જવાય નહિ માટે તૈયાર કરેલો), અને પ્રાથૂર્ણકભક્ત (મહેમાન માટે તૈયાર કરે ) આહાર, તથા શય્યાતરપિંડ (જેને ત્યાં ઉતારે ક્ય હેય તેને પિંડ), રાજપિંડ, તેમ જ મૂલ, કંદ, ફલ, બીજ અને હરિયાળીનું ભોજન ખાવું કે પીવું કલ્પતું નથી. વળી હે પુત્ર ! તું સુખને યોગ્ય છે, પણ દુઃખને યોગ્ય નથી. તેમ જ ટાઢ, તડકો, ભૂખ, તરસ, ચેર, શ્વાપદ (જંગલી જાનવર), ડાંસ અને મચ્છરના ઉપદ્રને, વાતપિત્તાદિ જન્ય રોગોને અને તેમનાં દુઃખોને તેમ જ તેવા વિવિધ પરિષહ (સંકટ) અને ઉપસર્ગો (વિધ્રો) ને સહવાને તું સમર્થ નથી.
જમાલિ–હે માતપિતા ! ખરેખર, નિગ્રંથ પ્રવચન કલબ (મંદશક્તિવાળા), કાયર અને હલકા પુરુષોને તથા આ લોકમાં આસક્ત, અને પરલોકથી પરાભુખ એવા વિષયતૃણવાળા
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org