________________
દેવાન દા બ્રાહાણું
૨૧૧ મ–હે ગૌતમ ! આ દેવાનંદા મારી ખરી માતા છે; અને હું તેને પુત્ર છું, માટે તેને તેમ થયું છે.
પછી ભગવાને ઋષભદત્તને, દેવાનંદાને અને ત્યાં ભેગા થયેલા લોકોને ધર્મ કહ્યો. ત્યાર પછી તુષ્ટ થઈ ઋષભદત્ત &દકની પેઠે ભગવાન પાસે પ્રવજ્યા લીધી, ૧૧ અંગેનું અધ્યયન કર્યું, અનેક તપકર્મો કર્યો અને અંતે સાઠ ટંકના અનશન વડે મરણ પામી, તે સિદ્ધ, બુદ્ધ અને મુક્ત થયો.
દેવાનંદાએ પણ ભગવાન પાસે દીક્ષા લીધી. ત્યારબાદ મહાવીરે તેમને આર્યચંદના નામની આર્યાને શિષ્યાપણે સોંપ્યાં. તેમણે પણ ૧૧ અંગેનું અધ્યયન કર્યું, અનેક તપ કર્યા અને અંતે સાઠ ટંકના ઉપવાસ વડે મરણ પામી સિદ્ધિ પ્રાપ્ત કરી.
– શતક ૫, ઉ૬ ૩૩
૧. શકેંદ્રની આજ્ઞાથી તેના સેનાપતિ હરિપ્લેગમેસિ દેવે મહાવીરના ગર્ભાધાન પછી ૮૩ મા દિવસે તેમને દેવાનંદાની કૂખમાંથી ઉપાડી ત્રિશલા ક્ષત્રિયાણીની કૂખમાં મૂકી દીધા હતા અને ત્રિશલાને ગર્ભ દેવનદાની કૂખમાં મૂકી હતી. જુઓ આચારાંગ સૂત્ર સુર ૨, અ૦ ૧૫. આ માળાનું “આચારધર્મ પુસ્તક, પા. ૧૬૮. દેવાનંદાને આવા ગર્ભ રત્નની હાનિ થઈ તેના કારણમાં એમ જણાવવામાં આવે છે કે, પૂર્વ જન્મમાં તે અને ત્રિશલા જેઠાણી દેરાણ હતાં. તે વખતે દેવાનંદાએ ત્રિશલાને રત્નકરંડ ચોર્યો હતો. તીર્થકર અંત્યકુલમાં, દરિદ્રકુલોમાં, ભિક્ષુકકુલોમાં કે બ્રાહ્મણોમાં ન અવતરી શકે. મહાવીરને બ્રાહ્મણીના પેટે અવતરવું પડયું તેનું કારણ એ હતું કે, પોતાના આગલા જન્મમાં તેમણે ગોત્રમદ કર્યો હતે.
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org