________________
૧૭
દેવાનંદા બ્રાહ્મણી તે કાલે બ્રાહ્મણકુંડગ્રામ નામે નગર હતું. તેમાં બહુશાલક નામે ચૈત્ય હતું. તે નગરમાં ઋષભદત્ત નામે બ્રાહ્મણ રહેતો હતો. તે ધનિક તેમ જ ચારે વેદમાં નિપુણ હતો. તે શ્રમણોનો ઉપાસક હતો. તેની પત્ની દેવાનંદા પણ શ્રમણની ઉપાસિકા હતી.
૧. તે વખતે વૈશાલિ શહેરમાં (અત્યારનું બસાર. પટણાથી ૨૭ માઈલ ઉત્તરે) તેની પાસેનાં બે ત્રણ પરાંને પણ સમાવેશ થતો હતે. કુંડગ્રામ તેનું પરું હોય તેમ લાગે છે. તેમાં ક્ષત્રિયોને મહેલ્લો ક્ષત્રિયકુંડગ્રામ તરીકે પ્રસિદ્ધ હતો; તે બ્રાહ્મણોને મહેલો બ્રાહ્મણ કુંડગ્રામ નામે પ્રસિદ્ધ હશે.
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org