________________
૧૪ કેટલા શિષ્ય સિદ્ધ થશે? એક વખત મહાશુક્ર નામના દેવકમાંથી, મહાસર્ગ નામના મેટા વિમાનમાંથી મોટી ઋદ્ધિવાળા બે દેવો શ્રમણભગવંત મહાવીરની પાસે પ્રાદુર્ભીત થયા. તેમણે મનથી જ ભગવાનને વંદનાદિ કરી, પ્રશ્ન પૂછવા; તથા ભગવાને પણ તેમને મનથી જ જવાબ આપ્યા, તે સાંભળી સંતુષ્ટ થઈ તેઓ ફરી મનથી જ તેમને વંદનાદિ કરી તેમની પર્યપાસના કરવા લાગ્યા.
તે વખતે ભગવાનના મેટા શિષ્ય ગૌતમ મહાવીરસ્વામીની પાસે ઉભડક બેસીને ધ્યાન ધરતા હતા. ધ્યાન પૂરું થયા પછી તેમને સંકલ્પ થયો કે, બે દે ભગવાન પાસે પ્રાદુર્ભૂત થયા હતા, તે ક્યાંથી શા માટે આવ્યા હતા તે હું ભગવાનને પૂ છું.
ભગવાને તેમનો ઈરાદે તેમને પ્રથમથી જ કહી બતાવીને તેમને તે દેવો પાસે જ શંકા ટાળવા મોકલ્યા. દેવો તેમને
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org