________________
જયંતી શ્રાવિકા કૌશાંબી નગરીમાં ચંદ્રાવતરણ નામનું ચૈત્ય હતું. તે નગરીમાં ઉદાયન નામે રાજા હતો. તેના પિતાનું નામ શતાનીક હતું, તથા તેની માતાનું નામ મૃગાવતી દેવી હતું. તે ચેટક રાજાની પુત્રી હતી. શતાનીકને જયંતી નામની બહેન હતી. તે શ્રાવિકા હતી; તથા શ્રમણુભગવંત મહાવીરના સાધુઓની પ્રથમ “શય્યાતર” ( ઉતારો આપનાર) હતી.
એક વખત મહાવીરસ્વામી તે નગરમાં પધાર્યા. તે સાંભળી બધા તેમનાં દર્શને નીકળ્યા. ઉદાયન રાજા પણ તેમનાં દર્શને ગયો. પછી જયંતીએ પિતાની ભોજાઈ મૃગાવતીને કહ્યું કે, “હે દેવાનુપ્રિયે ! અહીં શ્રમણભગવાન મહાવીર પધાર્યા છે; તેવાનાં નામ-ગેત્રના શ્રવણથી પણ મોટું ફળ થાય છે; તે પછી તેમને વંદનાદિ કરવાથી તે ૧૬
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org