________________
સત્સંગનો મહિમા જૂના વખતની વાત છે. તુંગિકા નગરીમાં તે વખતે ઘણું જૈન ગૃહસ્થો રહેતા હતા. તેઓ અઢળક ધનવાળા અને સુસંપન્ન હતા. તેઓ ધીરધાર કરીને તેમ જ કળા- . હુન્નરમાં પૈસા રેકીને આજીવિકા ચલાવતા હતા. તેઓ જીવ શું, અજીવ શું વગેરે ધર્મસિદ્ધાંતોને જાણકાર હતા; તેમને પાપ-પુણ્યને ખ્યાલ હતો; શાથી પાપકર્મ બંધાય છે, કેવી રીતે તેને રોકી શકાય, કેવી રીતે તેને ખંખેરી નાખી શકાય, શારીરિક વગેરે ક્રિયાઓમાંથી કઈ શુભ છે કે અશુભ છે, તેમ જ જીવનવ્યવહારનાં વિવિધ સાધનામાંથી કયાં સ્વીકાર્ય કે અસ્વીકાર્ય છે, એ બધું તેઓ સમજતા હતા. તેઓ કોઈ પણ કાર્યમાં બીજાની આશા ઉપર નિર્ભર ન હતા; તથા
૧. એક જૂના અહેવાલ મુજબ તે નગરી પાટલિપુત્ર (પટણા)થી ૧૦ કેશ (ગાઉ) દૂર હતી.
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org