SearchBrowseAboutContactDonate
Page Preview
Page 200
Loading...
Download File
Download File
Page Text
________________ આય શ્રીકદક ૧૮૧ આચાર અનુસાર, મા અનુસાર, સત્યતાપૂર્વક અને સારી રીતે સ્પર્શી, પાળી, ભાવી અને સમાપ્ત કરી. ત્યાર પછી કંઇક મુનિએ મહાવીર ભગવાન પાસે આવી ગુણરત્ન સંવત્સરનામનું તપ સ્વીકારવાની પરવાનગી માગી. અને તેમણે પણ તે પરવાનગી આપી. તે તપનો વિધિ આ પ્રમાણે છે: પહેલા માસમાં નિરંતર ચતુર્થને ઉપવાસ કરવા એટલે કે ચાર ટંક ન ખાવું; દિવસે સૂર્યની સામે નજર માંડી જ્યાં તડકે આવતા હોય તેવી જગામાં (આતાપના ભૂમિમાં ) ઉભડક બેસી રહેવું; તથા રાત્રીએ કાંઈ લોકકલ્યાણમાં જ કરે છે. સ્કંદ મુનિ પૂર્વ ગ્રંથે ભણ્યા જ નહોતા. છતાં તેમને મહાવીરે પિતે પ્રતિમાઓની પરવાનગી આપેલી તેથી તેમાં કોઈ દોષ નથી. ૧. આ પ્રતિમાઓ સ્વીકારતા પહેલાં તે પ્રતિમામાં જે જાતને નીરસ આહાર લેવાતા હોય તથા જેવી જાતનું ધ્યાન અને વિચરણ થતું હોય તે બધું પિતાની જાત ઉપર અજમાવી લેવું જોઈએ, જેથી તે બરાબર પાર પડી શકે. જે પ્રતિમા જેટલા કાળ સુધી ચાલવાની હોય તેટલા કાળ સુધી તેને અભ્યાસ કરવો જોઈએ.આ નિયમ શરૂઆતની સાત પ્રતિમાને લાગુ પડે છે. સાત પ્રતિમામાંની પહેલી અને બીજો તે એક સાથે એક વર્ષમાં અભ્યાસ થાય છે. પછીની ત્રીજીના અભ્યાસ માટે એક વર્ષની જરૂર છે; તથા ચોથી માટે પણ એમ છે. પછીની ત્રણ પ્રતિમાઓને અભ્યાસ જુદે વર્ષે થાય છે, તથા તેને સ્વીકાર પણ જુદે વર્ષે થાય છે; એક જ વર્ષમાં સાથે તેને અભ્યાસ અને સ્વીકાર થઈ શકતો નથી. એ પ્રમાણે શરૂઆતની સાત પ્રતિમાઓ ૯ વર્ષ વડે સમાપ્ત થાય છે. ૨. જુઓ પા, ૨૪૬, ઘ. Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004620
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Sar
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1938
Total Pages804
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy