________________
શ્રીભગવતી-સાર બાહ્ય તપના છ પ્રકાર છે : (૧) અનશન – આહાર ત્યાગ; (૨) ઉનેદરી – કંઈક ઓછો આહાર લેવો તે; (૩) ભિક્ષાચર્યા; (૪) રસત્યાગ; (૫) કાયક્લેશ – શરીરને કષ્ટ આપવું તે, અને (૬) પ્રતિસલીનતા – એટલે કે ઈયિકષાયાદિને નિગ્રહ.
૧. તેમાં અનશનના બે પ્રકાર છે : (૩) ઇત્વરિક – એટલે કે અમુક કાળ સુધી આહારત્યાગ; અને (મા) યાવત્રુથિક – એટલે કે જીવનપર્યત આહારત્યાગ.
() ઇત્વરિક અનશન, ચતુર્થભક્ત *– એક ઉપવાસ, પષ્ટભક્ત – બે ઉપવાસ, અષ્ટમભક્ત – ત્રણ ઉપવાસ, દશમભક્ત – ચાર ઉપવાસ, દ્વાદશભક્ત – પાંચ ઉપવાસ, ચતુર્દશભક્ત – છ ઉપવાસ, પક્ષના ઉપવાસ, માસના ઉપવાસ બેમાસના – એમ છ માસના ઉપવાસ સુધી અનેક પ્રકારનું છે.
(મા) યાવત્રુથિકના બે પ્રકાર છે. પાદપપગમન અને ભક્તપ્રત્યાખ્યાન. પાદપપગમન, જેમાં સર્વ ચેષ્ટાને કે અન્યની સેવાનો ત્યાગ કરી નિશ્રેષ્ટ પડી રહેવાનું હોય છે, તેના બે પ્રકાર છે. જેમાં મૃતશરીર ઉપાસરાદિમાંથી બહાર કાઢવાનું હોય તે નિહરિમ; અને જેમાં બહાર કાઢવાનું ન હોય – એટલે એવે સ્થળે જ જંગલ વગેરેમાં દેહત્યાગ કર્યો હોય, તે “અનિહરિમ.”
શ ચતુર્થ ભક્તને અર્થ એક ઉપવાસ છે; પરંતુ તેમાં ઉપવાસના દિવસની બે ટકા ઉપરાંત એક આગલા દિવસની અને એક પછીના દિવસની એમ કુલ ચાર ટંક છોડવાની હોય છે. તેવું પછીના દરેક સ્થાને પણ સમજવું.
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org