________________
આલોચના, પ્રાયશ્ચિત્ત અને તપ
[ પ્રમાદ વગેરેથી કાંઈ દોષ થાય તો તેને ગુરુ સમક્ષ નિખાલસ ભાવે પ્રકટ કરે તે “આલોચના'. થયેલ ભૂલને અનુતાપ કરી તેથી નિવૃત્ત થવું અને નવી ભૂલ ન કરવા સાવધાન થવું તે “પ્રતિકમણું”. પ્રમાદજનિત દોષોનું શોધન કરવા કરવામાં આવતી ક્રિયા તે “પ્રાયશ્ચિત્ત'. અને પ્રમાદાદિને ક્ષીણ કરવા વાસ્તે જોઈતું આધ્યાત્મિક બળ કેળવવા શરીરઇકિયમનને જે જે તાપણુમાં તપાવાય તે “તપ”.
તેમાં પ્રથમ, દેષ –પ્રતિસેવના – સંયમભંગ કયા કયા નિમિત્તે થાય તે વિષેના પ્રશ્નથી માંડીને તપ સુધીના પ્રશ્નો આ પ્રકરણમાં છે.]
ગૌહે ભગવન! પ્રતિસેવના એટલે કે સંયમનો ભંગ કયાં કયાં કારણથી થાય છે?
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org