________________
ગૌ૦–હે ભગવન! એમ આપ શાથી કહે છે ?
ભ૦–હે ગૌતમ ! જેમ કોઈ પુરુષ ઊન વગેરેના બે ત્રણ કે વધારે કકડા કરી, તેને અગ્નિમાં નાખે, તો હે ગૌતમ ! તે છેદાતા છેદાયેલું, અગ્નિમાં નંખાતાં નંખાયેલું, કે બળતાં બળેલું એમ કહેવાય કે નહિ?
ગૌ –હે ભગવન્! તેમ કહેવાય. •
મ– હે ગૌતમ! તે પ્રમાણે આરાધના માટે તૈયાર થયેલ તે નિગ્રંથ આરાધક છે, વિરાધક નથી.
– શતક ૮, ઉદ્દે ૬
રાજગૃહ નગરનો પ્રસંગ છે :
ગૌતમ–હે ભગવન ! કોઈ પુરુષ, પુરુષનો ઘાત કરતાં શું પુરુષને જ ઘાત કરે કે પુરુષ સિવાય બીજા જીવોને પણ ઘાત કરે ?
મ–હે ગૌતમ ! તે અન્ય જીને પણ ઘાત કરે. તે ઘાત કરનારના મનમાં તે એમ છે કે, “હું એક પુરુષને હણું છું.’ પણ તે એક પુરુષને હણતાં બીજા અનેક જીવોને હણે છે. તેથી એમ કહ્યું કે, અન્ય જીવોને પણ હશે.
તે જ પ્રમાણે ઋષિને હણનારે અનંત જીવોને હણે છે. [ કારણકે, ઋષિ જીવતો હોય તો અનેક પ્રાણીઓને જ્ઞાન આપે, અને તેઓ મેલે જાય; મુક્ત છો તો અનંત જીવોના હસક છે, તેથી તે અનંત જીવોની અહિંસામાં કષિ કારણ છે, માટે ઋષિને વધ કરનાર અનંત જીની હિંસા કરે છે.—ટીકા 1
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org