________________
કચું પાપ લાગે?
૧૦૭ બીજાને ઠગવા તે “માયા ક્રિયા'; ૪. મિથ્યાદષ્ટિ પુરુષે, અનકૂળ પ્રવૃત્તિ કરવા-કરાવવામાં પડેલા માણસને “તું ઠીક કરે. છે” ઇત્યાદિ કહી, પ્રશંસા આદિ દ્વારા તેને મિથ્યાત્વમાં વધારે દઢ કરવો, એ મિથ્યાદર્શન યિા', અને સંયમઘાતી કર્મના પ્રભાવને કારણે પાપવ્યાપારથી નિવૃત્ત ન થવું, તે અપ્રત્યાખ્યાન ક્રિયા',
ગ –હે ભગવન ! કરિયાણાને વેપાર કરતા કોઈ ગૃહસ્થનું કોઈ માણસ તે કરિયાણું ચોરી જાય; પછી તે કરિયાણાની તપાસ કરનાર તે ગૃહસ્થને કઈ ક્રિયા લાગે?
મહ–હે ગૌતમ! આરંભિકી, પારિગ્રહિકી, માયાપ્રત્યયિકી, અને અપ્રત્યાખ્યાનિકી ક્રિયા લાગે: મિથ્યાદર્શનપ્રત્યયિકી કદાચ લાગે અને કદાચ ન લાગે. વસ્તુ જળ્યા. પછી તે બધી ક્રિયાઓ પ્રતનું થઈ જાય છે. જે
ગૌ–હે ભગવન્! કરિયાણું વેચતા ગૃહસ્થનું કરિયાણ કઈ ખરીદ કરનારે ખરીશું, તથા તેને માટે બાનું આપ્યું પણ હજુ તે કરિયાણું લઈ જવાયું નથી, પણ વેચનારને ત્યાં જ છે. તો તે વેચનાર ગૃહસ્થને તે કરિયાણાથી શું આરંભિકી વગેરે પાંચ ક્રિયા લાગે? તેમ જ તે ખરીદનારને તે પાંચ ક્રિયાઓ લાગે?
૧. “જ્યારે ગૃહસ્થ મિથ્યાદિષ્ટ હોય ત્યારે લાગે; અને સમ્યગદ્દષ્ટિ હોય ત્યારે ન લાગે.” –ટીકા.
૨. “કારણ કે ચોરાયેલી વસ્તુ હાથ આવતાં તે ગૃહસ્થ શોધવાના પ્રયત્નથી અટકેલો હોય છે, તેથી તે ક્રિયાઓ ટૂંકી-- ઓછી થાય છે.” -–ટીકા.
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org