________________
શ્રીભગવતીન્સાર છે; અનાહારક નથી હોતા. સ્નાતક કેવલિસમુઘાતના ત્રીજા ચેથા અને પાંચમા સમયમાં અને અાગી અવસ્થામાં અનાહારક છે અને તે સિવાય અન્યત્ર આહારક પણ છે.
૨૪. પુલાકને ઓછામાં ઓછું એક અને વધારેમાં વધારે ત્રણ ભવગ્રહણ હોય. (એક ભવમાં જ પુલાક થઈને કષાયકુશીલપણાદિ અન્ય કોઈ પણ સંતપણાને એક વાર કે અનેક વાર તે ભવમાં કે અન્ય ભવમાં પામીને તે સિદ્ધ થાય; અને વધારેમાં વધારે – દેવાદિભવ વડે અંતરિત ત્રણ ભવ સુધી પુલાકાણું પામે.) બકુશને ઓછામાં ઓછું ૧ અને વધારેમાં વધારે આઠ ભવગ્રહણ હોય. (કારણ કે ઉત્કૃષ્ટપણે આઠ ભવ સુધી ચારિત્રની પ્રાપ્તિ થાય છે.) પ્રતિસેવનાકુશીલ અને કષાયકુશીલ સંબંધે પણ તેમ જ જાણવું. નિગ્રંથનું પુલાકની પેઠે જાણવું. સ્નાતકને એક જ ભવ હાય.
૨૫. પુલાકને એક ભવમાં ચારિત્રના પરિણામ (ચારિત્રપ્રાપ્તિ–આકર્ષ) એાછામાં ઓછા એક અને વધારેમાં વધારે ત્રણ હોય; બકુશને ઓછામાં ઓછા એક અને વધારેમાં વધારે બસોથી માંડીને નવસો સુધી હોય. એ પ્રમાણે પ્રતિસેવનાકુશીલ અને કષાયકુશીલ સંબંધે પણ જાણવું. નિગ્રંથને એક ભવમાં ઓછામાં ઓછો એક અને વધારેમાં વધારે બે હોય. સ્નાતકને એક ભવમાં એક જ હોય.
પુલાકને અનેક ભવમાં ઓછામાં ઓછા બે અને વધારેમાં વધારે સાત આકર્ષ હોય. (એ = એક ભવમાં એક અને બીજા ભવમાં બીજે. પુલાકપણું વધારેમાં વધારે ત્રણ
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org