________________
શ્રીભગવતી-સાર - ૧૯. પુલાકથી કષાયકુશલ સુધીના વધતા પરિણામવાળા પણ હય, ઘટતા પરિણામવાળા પણ હોય તથા સ્થિર પરિણામવાળા પણ હોય. નિગ્રંથ અને સ્નાતક ઘટતા પરિણામવાળા ન હોય.
પુલાક ઓછામાં ઓછા એક સમય અને વધારેમાં વધારે અંતર્મુહૂર્ત સુધી વધતા પરિણામવાળા કે ઘટતા પરિણામવાળો હોઈ શકે; અને એાછામાં ઓછો એક સમય અને વધારેમાં વધારે સાત સમય સુધી સ્થિર પરિણામવાળે હોઈ શકે.
(પુલાકાણામાં મરણ સંભવતું નથી; તેથી તેનો વર્ધમાન સમય કષાય વડે બાધિત થાય; જ્યારે બકુલાદિને તે મરણથી પણ વર્ધમાન પરિણામ બાધિત થાય. મરણ સમયે પુલાક કષાયકુશલત્વાદિરૂપે પરિણમે છે. ) *. નિગ્રંથ ઓછામાં ઓછું અને વધારેમાં વધારે અંતર્મુહૂર્ત સુધી વધતા પરિણામવાળા હોય; (કેવળજ્ઞાન ઊપજે ત્યારે જ તેનું વધતું પરિણામ અટકે.) તથા ઓછામાં એાછો એક સમય અને વધારેમાં વધારે અંતમુહૂર્ત સુધી તે સ્થિર પરિણામવાળો હેય. (ઓછામાં ઓછો એક સમય મરણને કારણે સંભવે છે.)
સ્નાતક ઓછામાં ઓછું અને વધારેમાં વધારે અંતમુહૂર્ત સુધી વધતા પરિણામવાળો હોય, (કેમકે શિલેશી અવસ્થામાં વર્ધમાન પરિણામ અંતર્મુહૂર્ત સુધી હોય) તથા ઓછામાં ઓછું અંતર્મુહૂર્ત અને વધારેમાં વધારે કાંઈક (આઠ વરસ) ન્યૂન પૂર્વકટી વર્ષ સુધી તે સ્થિર પરિણામવાળો હોય. (જેમકે, કેવલજ્ઞાન થયા પછી અંતર્મુહૂર્ત સુધી સ્થિર પરિણામવાળે થઈને શૈલેશી સ્વીકારે ત્યારે અંતર્મુહૂર્ત; અને
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org