________________
સાધુ-ટિપ્પણે ૧૬. પુલાકથી સ્નાતક સુધીના સાકાર તેમ જ અનાકાર ઉપગવાળા છે.
૧૭. પુલાકથી માંડીને કષાયકુશીલ સુધીના કષાયયુક્ત જ હોય છે, પરંતુ કષાયકુશીલ સિવાયના બધાને ક્રોધ, માન, માયા અને લાભ એ ચારે કષાય હાય છે; જ્યારે કવાયકુશીલને સંજવલન પ્રકારના ચાર, ત્રણ (કેધ વિનાના), બે (ક્રોધ અને ભાન વિનાના) કે એક (લાભ) કષાય હેાય છે.
- નિર્ગથ અને સ્નાતક કષાયરહિત જ હાય; પરંતુ નિગ્રંથ ઉપશાંતકષાય તેમ જ ક્ષીણકષાય પણ હોય; જ્યારે સ્નાતક તો ક્ષીણકષાય જ હોય.
૧૮. પુલાકથી માંડીને નિગ્રંથ સુધીના લેયાયુક્ત જ હોય છે. પણ પુલાક, બકુશ અને પ્રતિસેવનાકુશીલને તેજ, પદ્મ અને શુકલ એ ત્રણ જ લેસ્યા હોય છે, જ્યારે કષાયકુશલને યે લેસ્યા હોય છે, તથા નિગ્રંથને એક શુક્લસ્પા જ હોય છે. સ્નાતક તો વેશ્યાવાળે તેમ જ લેફ્સારહિત પણ હોય. લેસ્યાવાળો હોય તો એક પરમશુકલ લેસ્યાવાળા જ હોય.
૧. જીવને બેધરૂપ વ્યાપાર તે ઉપગ. તેના સાકાર અને નિરાકાર એવા બે ભેદ છે. જે બાધ ગ્રાહ્ય વસ્તુને વિશેષરૂપે જાણે તે સાકાર ઉપયોગ, અને જે બોધ ગ્રાહ્ય વસ્તુને સામાન્ય રૂપે જાણે તે નિરાકાર ઉપયોગ, સાકારને જ્ઞાન અથવા સવિકલ્પક બેધ પણ કહે છે, તથા નિરાકરને દર્શન અથવા નિર્વિકલ્પક બોધ કહે છે.
૨. શુકલધ્યાનના ત્રીજા ભેદ સમયે એક પરમ શુકલેશ્યા હોય; અને અન્યદા શુકલેશ્યા હોય; પરંતુ તે પણ ઇતર જીવની શુક્લલેશ્યાની અપેક્ષાએ તે પરમશુક્લ લેહ્યા જ હોય.
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org