________________
ર૩ર
પટ્ટાવલી-સમુદ્રણય ભા. ૨
સુબો હતો. તેમની પ્રાર્થનાથી આ૦ બાલચંદ્ર “વસંતવિલાસમહાકાવ્ય' બનાવ્યું, અને ખંભાતમાં આ૦ જયસિંહસૂરિકૃત “હમ્મીરમદમદન-નાટક” ભજવાયું. વિશલદેવ રાજાએ તેને પેટલાદને સુબો નીમ્યો હતો. તેણે મંત્રી તેજપાલના મૃત્યુ સ્થાને ચંદ્રમાં મોટું દેરાસર, તલાવ, ધર્મશાળા અને દાનશાળા બનાવ્યા હતાં,
(“વસ્તુપાલચરિત્ર, વસંતવિલાસ, જનસત્યપ્રકાશ વ૦ ૨ પૃ. ૬૭ વગેરે)
તે સમયે મંત્રી પત્નીઓ માટે પણ મર્દ શબ્દ વપરાતો હતો, જેને ઉલ્લેખ આ પ્રમાણે મળે છે.
सं १२९३ वर्षे पोष शुक्ल १३. मह श्रीमनुपमादेव्या आरमश्रेयोर्थ श्रीओधनियुक्तिपुस्तकं श्रीमदनचंद्रसरिभ्यः प्रदत्तं ।
(“જન લીટરેચર એન્ડ ફિલોસોફી, પ્રશસ્તિ સંગ્રહ', ભા. ૧ પૂના) દંડપતિ આભૂની વંશાવલી:
પ્રાગ્વાટવંશમાં (૧) સામંતસિંહ, (ર) શાંતિ, (૩) બ્રહ્મનાગ, (૪) નાગડ (૪) દંડપતિ આભૂ.
સંડેરપુરમાં પિરવાડ (૧) આભ, (૨) આસડ, (૩) ચંસિંહ, (૪) પેથા. પેથડે સંરક, પાટણ અને વીજાપુરમાં મંદિર કરાવ્યાં, પ્રતિમાઓ ભરાવી, આબુ ઉપર ભ૦ નેમિનાથ ચિત્યને જીર્ણોદ્ધાર કરાવ્યો, સિદ્ધાચલ, ગિરનારના સંઘ કાઢયા, બીજી ૬ યાત્રાઓ કરી. સં. ૧૩૭૭ ના દુકાળમાં ઘણું દાન આપ્યું, આગમશ્રવણમાં પર પોતાના નામે ચાંદી ટંક મૂકયા. આ સત્યસૂરિના ઉપદેશથી ૪ ગ્રંથ ભંડારા લખાવ્યા, નવ ક્ષેત્રે ધન વાવવું. (૫) પદ્મ, (૬) લાડણ (૭) આહણ, (૮) મંડલિક, (૯) વ્યવહર, (૧૦) પર્વત, (૧૧) કાન્હા. કાન્હાએ સં. ૧૫૭૧માં આમિક આ૦ વિવેકારત્નને પ્રશ્નવ્યાકરણ વૃત્તિ વહોરાવી. સં. ૧૫૭૬ માં ગંધારમાં “ જંબુદ્વીપચૂર્ણિ લખાવી.
(“ પ્રશસ્તિસંગ્રહ” ભા. ૧ પૂના.) નાબેંકમરછ પરંપરાઃ
(૧) આ૦ મહેદ્રસૂરિ, (૨) આ૦ શાંતિરિ, (૩) આનંદસૂરિ અમરચંદ્રસૂરિ. આ બન્ને આચાર્યો બાળપણથી સમર્થ વાદી હતા. ગૂર્જરેશ્વર સિદ્ધરાજ જયસિંહ તેઓને બચપણથી જ વ્યાઘશિશુ તરીકે સંબોધતા હતા, (૪) આ હરિભસૂરિ; જેઓ કલિકાલ ગૌતમ તરીકે પ્રસિદ્ધ હતા. (૫) આ વિજયસેનસૂરિ. તેઓ પ્રખર વક્તા હતા. પંચાસર પાર્શ્વનાથના તીર્થમાં તેઓ ઉપદેશ દેતા હતા. તેમની વાણી અમેધ મનાતી હતી. મંત્રી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org