________________
પાવલીસરણય, ભા. ૨
બિરુદ આપ્યું હતું. ગ્રંથકારે જુદે જુદે સ્થાને પોતાને માટે આ બન્ને વિશેષણ વાપર્યો છે.
૫૪ ૩ર, કડી ૧ : સંવત પાંચ :
દ્વારા ૧૫ ક. ૩ માં બાપા રાઉલનો સં(ગુ. સં.) ૧૯૧ આપ્યો છે. તેની પરંપરામાં રાઉલ શક્તિકુમાર થયેલ છે. અહીં તેને સં૦ ૫ બતાવ્યું છે અને તરત જ આ૦ હરિભદ્રસૂરિનું વર્ણન શરૂ કરી ઢા૧૮ દુહા ૮ માં આ. હરિભદ્રસૂરિનો સ્વર્ગવાસ સં૦ ૫૮૫ બતાવ્યો છે. હવે આ બન્નેને પરસ્પર સંબંધ મેળવીએ તો સં૦ ૫ તે સં. ૫૦૫ માટે વપરાયો હોય એમ લાગે છે. ગ્રંથકારની આ ખાસ વિશિષ્ટ શૈલી છે. દ્વારા ૧૫ ક૦ ૭ માં પણ ગ્રંથકારે સં૦ ૧૧ બતાવ્યો છે અને તેને પરસ્પર સંબંધ જોઇએ તે સં. ૧૨૧૧ને સંવત થાય એ સ્પષ્ટ વાત છે; અહીં પણ એ જ રીતે સં૦ ૫ થી સં૦ ૫૦૫ લેવા એ વ્યાજબી માન્યતા છે.
પૃષ્ઠ ૩૬, કડી ૩ઃ વાચક ઉમાસ્વાતિ મહારાજ ઃ
સ્વાતિ નામના ત્રણ આચાર્યો થયા છે. ૧. સ્વાતિસૂરિ તેઓ આ બહુલ પછીના વાચનાચાર્યું છે. હારિય ગાત્રના હતા. તેમને સત્તા સમય વીર સં૦ ૩૪૦ લગભગમાં આવે છે તેમની પછી આવ શ્યામાચાર્ય વાચકવંશના આચાર્ય થયા છે. (“નંદી ત્રસ્થવિરાવલી' ગા. ૨૬).
૨. વાચક ઉમાસ્વાતિજી–તેઓ પ્રયાગના કૌભીષણિ સ્વાતિ બ્રાહ્મણના પુત્ર આ૦ શેષનંદી શ્રમણના શિષ્ય, વાચનાચાર્ય મૂલના વિદ્યાશિષ્ય અને ઉચ્ચાનાગર શાખાના વાચનાચાર્ય હતા. તેમનો સત્તા સમય વીર સં૦ ૩૦૦ લગભગ છે. તેમણે “તત્વાર્થસૂત્ર' વગેરે ૫૦૦ ગ્રંથ બનાવ્યા છે. આ૦ હરિભદ્રસૂરિ અને દિગમ્બરાચાર્ય પૂજ્યપાદ વગેરેએ તેમના તત્વાર્થસત્ર પર ટીકા બનાવી છે. (“જૈન સત્યપ્રકાશ'. ક્રમાંક)
૩. ઉમાસ્વાતિ–તેઓ શ્રીજિનભદ્રમણિ ક્ષમાશ્રમણ પછીના યુગપ્રધાન છે. તેમને સતાસમય વીર સં. ૧૧૧૫ થી ૧૧૯૦ છે. તેમણે ચૌદશે પાખી વ્યવસ્થિત કરી છે. (“દુસ્સમકાલસમણુસંધથયે', “ક પ્રકાશ” વગેરે).
પૃષ્ઠ ૩૭, કડી ૧૨ ઃ ચોરાશી ગચ્છઃ જેની નેધિ નીચે પ્રમાણે મળે છે
ઓસવાલ, જીરાવલા, વડગચ્છ, પુનમિયા, ગંગેરા, કારંટા, આનપુરા, ભરૂઅચ્છા, ઉઢવીયા, ગુદવિયા, ઉદ)કાઉઆ, ભિન્નમાલ, ભુડાસીયા,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org