________________
૨૧૫
ચિત્તોડ પાસેના વડગામના બેહાએ દુઃખી થતાં કર્મની વિચિત્રતા સમજ આ૦ યશોભદ્રસૂરિ પાસે દીક્ષા લીધી. નામ તો બેહાઋષિ હતું પણ તેઓ મહાન તપસ્વી અને ક્ષમાભાવથી ઉપસર્ગો હતા તેવાથી ખિમાષિના નામથી પ્રસિદ્ધ થયા છે. તેમને તપસ્યાના પ્રભાવે દેવસહાયક હતે. અનેક લબ્ધિઓ ઉત્પન્ન થઈ હતી. તેમણે તપસ્યાના પારણું માટે વિકટ અભિગ્રહ લીધા હતા, જે દરેક પુરાયા છે અને પારણું થયું છે. આવી રીતે તેના ૮૪ અભિગ્રહોની સંખ્યા મળે છે. ધારાપતિ મુંજનો ભાઈ સિંધુલ તે તેને ખાસ ભક્ત હતા. તેણે ગુરુમંદિર બનાવી ખિમાઋષિના ચરણોની પાદુકાની સ્થાપના કરી હતી. તેમની ૩૦ વર્ષે દીક્ષા અને ૯૦ વર્ષ સ્વર્ગગમન થયેલ છે.
કૃષ્ણઋષિ તેમના શિષ્ય થાય. જે ધારાનગરીના યુવરાજ સિંધુલના માનીતા રાવત (રાજપૂત) હતા. ખિમાધિએ પહેલવહેલો અભિગ્રહ એ કર્યો હતો કે-“ રાવત કર્યું સ્નાન કરી છૂટા કેશ રાખી ઉદ્વિગ્ન મનને હોય અને એકવીશ પુલાનો આહાર આપે તો ખિમાઋષિ પારણું કરે” તેમને આ અભિગ્રહમાં ૩ મહિના ને ૮ દિવસના ઉપવાસ થયા હતા. નવમે દિવસે સિંધુલે રાવત કૃષ્ણને કાઢી મૂક્યો હતો. તેથી તે તેના છૂટા કેશ કરી ખિન્નમને ઊભો હતો, ત્યાં જ ઋષિ પધાર્યા, કૃષ્ણ ભાલાની અણીથી પુલ્લા ઉપાડી ઋષિના પાત્રમાં નાખ્યા. ગણતરી કરી તે ૨૧ પુલ્લા હતા. આ પ્રમાણે અભિગ્રહ પૂરો થતાં ખિમાઋષિએ પારણું કર્યું. ઋષિએ એક પછી એક આવા ૮૪ અભિગ્રહ કર્યા હતા.
રાવત કૃષ્ણને આ અભિગ્રહનું જ્ઞાન થતાં આશ્ચર્ય થયું. તે ઋષિની પાછળ પાછળ ગયો. તેણે ઋષિને પોતાનું આયુષ્ય પૂછયું ત્યારે છ મહિનાનું આયુષ્ય બાકી છે એમ જાણી ખિમાઋષિ પાસે દીક્ષા લીધી. દીક્ષા થતાં દેવોએ કુસુમવૃષ્ટિ કરી, તેનું નામ કૃષ્ણઋવિ પાડવામાં આવ્યું. કૃષ્ણ ત્રાષિ છ મહિનાનું ચારિત્ર પાળા સ્વર્ગે ગયા.
આ. શ્રીયદેવસૂરિના શિષ્ય કૃષ્ણઋષિ થયા. તેઓ પણ ઘણું મહાન તપસ્વી લબ્ધિસંપન્ન અને પ્રાભાવિક હતા. જેનાથી કૃષ્ણર્ષિ ગચ્છ નીકળે છે, તે કૃષ્ણઋષિ આ કુણષિથી બે સદી પૂર્વે થયા છે.
ખિમાઋષિના ગુરુભાઈ આ બલિભદ્રસૂરિ પણ મોટા પ્રભાવક થયા છે. તેમને પાલીના સૂર્યમંદિરના અધિષ્ઠાયક પાસેથી અંજન કુપિકા, સ્વર્ણસિદ્ધિ, આકાશગામિની વિદ્યા વગેરે મળ્યાં હતાં. જુનાગઢને રાણે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org