________________
૨૧૪
૫વલી-સમુથ, ભા. ૨ ગૂર્જરેશ્વર મૂળરાજ વગેરે અનેક રાજા, મહારાજા, મંત્રીઓ, ઉપાસકે તેમના ભકત હતા. તેમને બચપણમાં નિશાળમાં પિલાઇના કેશવ બ્રાહ્મણ સાથે કો થો હતો. આ કેશવે યોગી થઈ આચાર્ય મહારાજને મારવા ઘણા પ્રયત્નો કર્યા. આચાર્ય મહારાજે તે સર્વ પ્રયત્નોને પોતાના વિદ્યાબળથી નિષ્ફળ બનાવ્યા. તેને શાસ્ત્રાર્થમાં પણ હરાવ્યો અને વિદ્યાબળથી વલભી કે ખેડબ્રહ્માથી ભગવાન ઋષભદેવનું દેરાસર એક જ રાતમાં લાવી નાડલાઈમાં સ્થાપિત કર્યું. આ સિવાય બીજા અનેક ચમત્કાર તેઓએ બતાવ્યા હતા. તેઓ નાડલાઈમાં જ સ્વર્ગસ્થ થયા હતા.
(૩) આ૦ શાલિસરિ. તે ચેહાણવંશના સર્વ વિદ્યાપારંગત અને બદરીદેવી સેવિત હતા. (૪) સુમતિસૂરિ, (૫) શાંતિસૂરિ, (૬) ઈશ્વરસૂરિ, (૭) શાલિસૂરિ સં૦ ૧૧૮૧, (૮) સુમતિસૂરિ, (૯) શાંતિસૂરિ, સં. ૧૨૨૯ માં શીસોદિયા ઓસવાળ બનાવ્યા, (૧૦) ઈશ્વરસૂરિ, તેમના ઉપદેશથી સં. ૧૨૪૫-૧૨૯૧માં આબુ-લૂણસહીમાં મંત્રી યશવીરે ૩ દેરીએ કરાવી પ્રતિષ્ઠા કરાવી. (૧૧) શાલરિ (૧૨) સુમનસુરિ (૧૩) શાંતિરિ (૧૪) ઈશ્વરસૂરિ. તેમણે જીવવિચાર વિવરણ, લલિતાગ ચરિત્ર, શ્રીપાલ પાઈ, પભાષાસ્તોત્ર-સટીક, નંદિ ણમુનિ ગીત, યશોભદ્રસૂરિ પ્રબંધ, મેવાડસ્તવન– સટીક, સુમિત્રચરિત્ર વગેરે ગ્રંથે બનાવ્યા હતા. તથા સં. ૧૫૯૭ ૧૦ શુ૦ ૬ શુક્રવારે પુનર્વસુ નક્ષત્રમાં નાડલાઈની સાયર જિનવસહીમાં ભગવાન શ્રી ઋષભદેવની ફરી પ્રતિષ્ઠા કરી હતી.
આ૦ યશભદ્રસૂરિના બીજા શિષ્ય આ બલિભદ્રસૂરિ યાને આ વાસુદેવરિથી હસ્તિફડી મચ્છ શરૂ થયે, જેમાં અનુક્રમે વાસુદેવસૂરિ, પૂર્ણભદ્રસૂરિ, દેવસૂરિ અને બલિભદ્રસૂરિ-એ ચાર નામના જ આચાર્યો થયા છે. બીજા ઉલ્લેખ પ્રમાણે વાસુદેવસૂરિ, પૂર્ણભદ્રસૂરિ, વીરસૂરિ અને દેવસૂરિ એ ચાર નામના આચાર્યો થયા છે.
એક રાસમાં બહાઋષિ, કૃષ્ણઋષિ, ખિમાઋષિ અને યશોભદ્રસૂરિને ગુરુભાઈ બતાવ્યા છે તે ઠીક નથી. યશોભદ્રસૂરિ ગુરુ છે. તેને બોલાપિ, શાલિભદ્રસૂરિ, બલિભદ્રસૂરિ વગેરે શિષ્યો હતા. બહાઋષિનું તપસ્વી નામ જ ખિમાઋષિ છે. અને કૃષ્ણપિ બેહાઋષિના શિષ્ય થાય છે.
આ યશોભદ્રસૂરિનું ચરિત્ર ઉપર આવી ગયું છે. ખિમાઋષિ અને કૃષ્ણઋષિનું ચરિત્ર આ પ્રમાણે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org