________________
પુરવણુ
૨૧૧
(રાણકપુરમાં કૈલોક્યદીપકપ્રાસાદને શિલાલેખ: જુઓ–પ્રકાશકઃ ખડગવિલાસ પ્રેસ બાંકિપુર (પટના) ના હિંદી ટોડરાજસ્થાનમાં પં. ગૌ૦ હી. ઓઝાની ટિપ્પણી.)
શીદિયા વંશના રાજાએ જૈનધમ કે જૈનધર્મપ્રેમી હતા, તે અંગે નીચે મુજબ કેટલાએક ઉલ્લેખ મળે છે.
૧૧ ખુમાણ–તેના વંશમાં થયેલ સમુદ્રકુમાર દીક્ષા લઈ જૈનાચાર્ય બન્યા. તેમણે દિગંબરોના હાથમાં જતા નાગદા તીર્થોને બચાવી રક્ષણ કર્યું હતું. (ગુર્વા, લો૦ ૩૯)
૧૩ ભભટ–તેણે ભટેવરને કિલ્લો બનાવ્યો, તેમાં જ ગોહિલવિહાર બનાવી તેમાં બુડામણીના હાથે ભ૦ આદિનાથની પ્રતિષ્ઠા કરાવી હતી. ચિતોડગઢ પર ગોમુખ કુંડની જૈન ગુફામાં ભ૦ આદિનાથની પ્રતિમા છે. તેને પરિકરના લેખથી સમજાય છે કે, આ પ્રતિમાની ભટેવર ગચ્છના આ૦ આભ્રદેવસૂરિએ અંજનશલાકા કરી હતી. એટલે કે ગોહિલરાણુના વંશજે જૈનધર્મી હતા.
આજે પણ એવી લોકમાન્યતા છે કે, “મેવાડમાં નવે કિલ્લો બને કે ત્યાં ભ૦ આદિનાથનું દેરાસર બને.” ભટેવર કિલ્લાના ઉકા ગોહિલવિહારથી અને કુંભારાણુના એક ફરમાનથી પણ એ વાતને સમર્થન મળે છે.
૧૭ ખુમાણુ–તેને બ્રાહ્મણે પ્રત્યે અત્યંત તિરસ્કાર હતો. તેણે ઘણું બ્રાહાણેને મેવાડમાંથી કાઢી મુકાવ્યા હતા. એટલે આ બ્રાહાણુધર્મી કે શિવધામ નહતો.
૧૯ અલટ–આ રાજા વિ. સં. ૧૦૦૦ લગભગમાં થયેલ છે. તે આ નનયુરિને ઉપાસક હતો તેની રાજસભામાં વેતામ્બર દિગમ્બરોને શાસ્ત્રાર્થ થયો થતે જેમાં વેતાંબર આ૦ પ્રદ્યુમ્નસૂરિ અને તર્કપંચાનન આ અભયદેવસૂરિએ દિગમ્બરાચાર્યજીને જીતી પિતાનો શિષ્ય બનાવ્યો હત ને વિજય મળ્યો હતો. અને તેના જ પ્રતીકરૂપે શ્રીસંધ તરફથી ચિત્તોડના કિલામાં મેટો કીર્તિસ્તંભ ઊભો કરવામાં આવ્યો હતો. જેને સં. ૧૪૮૫ માં રાણું મોકલસિંહના આદેશથી સં. ગુણરાજે જીર્ણોદ્ધાર કરાવ્યો હતો. આજે પણ એ સ્તંભ ચિત્તોડના કિલ્લામાં જૈનધર્મની કીર્તિ ફેલાવતે અગપણે ઊભો છે. અલટ રાજની રાણું હર્ષદેવીએ હર્ષપુર વસાવ્યું, જે આજે અજમેર પાસે હાંસોટ નામથી પ્રસિદ્ધ છે. ત્યાંથી હર્ષપુરીય ગચ્છને પ્રાદુર્ભાવ થયે છે. અલટ રાજાની એક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org