________________
૯૮
પાવલી-સમુથ, ભા. ૨
પૃ૪ ૨૩, કડી ૪, અને પૃ૪ ૨૪, કડી ૩: તાળાં ૪૮, ૫ ૪૮
આ૦ માનતુંગરિએ ધારાનગરીમાં ભેજ રાજાની જેલમાં “ભક્તામર સ્તોત્ર'નાં ૪૪ પધો બનાવી ૪૪ તાળાં તેડયાં હતાં. એટલે ભક્તામર સ્તોત્ર વસ્તુતઃ ૪૪ શાકવાળું છે. તેની પ્રાચીન ટીકા તથા પ્રબંધચિંતામણિ વગેરેમાં તેનાં ૪૪ પદ્યો બતાવ્યાં છે. - કલ્યાણુમંદિર સ્તોત્રની સરખામણીમાં પણ તેનાં ૪૪ લો જ વ્યાજબી છે પરંતુ દિગમ્બર આચાર્ય ચાર પ્રાતિહાય વિભૂતિનાં ચાર નવાં પદ્યો બનાવી તેમાં દાખલ કર્યો છેતેમજ બીજા એક દિગમ્બર આચાર્ય એ જ ચાર પ્રાતિહાર્યનાં બીજાં જ ચાર નવાં પડ્યો બનાવી તેમાં દાખલ કર્યા છે. આ રીતે દિગમ્બર સમાજમાં ભક્તામર સ્તોત્રનાં ૪૮, અને પર પધો મનાય છે. પરંતુ આ આઠે પદ્યો પિતાની કૃત્રિમતાને જાહેર કરે એવી કેટિનો છે. તે ૪૪ પદ્યોની શૈલીનાં નથી, એમ વાંચનાર સહેજે સમજી શકે તેમ છે. કવિ બહાદુર દીપવિજ્યજીએ આ રાસમાં એ માન્યતાના આધારે ભક્તામરનાં ૪૮ પદ્ય બતાવ્યાં છે. પણ ખરી રીતે ભક્તામર સ્તોત્રમાં ૪૪ પદ્યો જ છે. ( વિશેષ માટે જુએ, “ જૈન સત્યપ્રકાશ” ક્રમાંક ૮૫, પૃ. ૨૫).
પૃષ્ઠ ૨૪, કડી ૭: દિગમ્બરના બે મતો
વિ. સં. ૧૬૯માં દિગમ્બર મત નીકળ્યો, જે આજીવક, ત્રરાશિક, અદ્ધિક અને બેટિક મતના એકમ રૂપે છે. આ અહંબલિએ આ મતને સિંહ સંધ, નંદિ સંધ, સેન સંઘ અને દેવ સંધ, એમ જ વિભાગમાં વ્યવસ્થિત કર્યો હતો. ત્યાર પછી દિગમ્બર સંપ્રદાયમાંથી મૂળ સંઘ, દ્રાવિડ સંઘ, યાપનીય સંધ, કાષ્ઠા સંઘ, માથુર સંઘ, તારણ પંથ, ભટ્ટારક, તેરહ પંથ, ગુમાન પંથ અને સમૈયા પંથ એમ વિવિધ પંથો નીકલ્યા છે. આજે દિગમ્બરમાં ૧ વીશપંથી અને ૨ તેરહપંથી એમ બે મુખ્ય મત છે. વિશપંથી જેને શ્રાવના સિંદૂરપ્રકરણ ૨૦ કર્તવ્યને માને છે. તેઓ પ્રાચીન દિગમ્બર જેને છે. તેથી તેમાંના ૧૩ કર્તવ્યોને માને છે. તેઓ વિ. સં. ૧૬૮૦ માં નીકળ્યા. ( વેતામ્બર-દિગમ્બર સમન્વય ભાગ ૩ જે.)
પૃષ્ઠ ૨૮, કડી ૩ઃ આ૦ શ્રીજિનભદ્રગણિ ક્ષમાશ્રમણ
આ કડીમાં નવું ચરણુ વધાર્યા વિના જ ચાલુ ચરણમાં વીર સંવત અને વિક્રમ સંવત એમ બે સંવર્ત આપી શ્રી જિનભદ્રગણિનો સમય બતાવ્યું
-
-
-
-
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org