SearchBrowseAboutContactDonate
Page Preview
Page 94
Loading...
Download File
Download File
Page Text
________________ જીવનશોધનનાં સોપાન સંબંધી જૈન તેમ જ અજૈન મંતવ્ય ઉપકમ--આપણે બધા મનુએ છીએ પરંતુ આપણામાંથી કેટલામાં માણસાઈ યે છે ? જ્યાં મૂળમાં મીઠું હોય ત્યાં પછી સંત, મહુત, મહાત્મા કે અતિમાનવ ( superman ) જેવા સમથે ભવ્યાત્માઓમાં રહેલી અલૌકિક અને અનુપમ માનવતાની તે આશા જ શી રાખવી? પણ આમ નિરાશ થવાનું કારણ નથી કેમકે સંત વગેરેમાં અને સામાન્ય કટિને માનવમાં જે ભેદ છે તે એટલે જ છે કે તેને પુરુષાર્થને ઉપયોગ કરી વિકારેને વશ કર્યો છે જ્યારે વિકાએ નિર્બળ મનના–સામાન્ય કક્ષાના માણસને વશ કર્યા છે. આથી જે આ વિકારનું જડમૂળથી નિકંદન કરાય તે મનુષ્ય પામર પ્રાણી ગતે મટીને સર્વોત્તમ બની શકે–ઉચ્ચમાં ઉચ્ચ કેટને પ્રભુ બની શકે-જીવન્મુક્તિ મેળવી યર-મુક્તિને અધિકારી થઈ શકે પરંતુ આ ઉત્તમ દશા પ્રાપ્ત કરવા માટે પ્રથમ તે આપણે વિકારે વિષે માહિતી મેળવવી જોઈએ અને ત્યાર બાદ એને વશ કરવાના–નિમૅળ બનાવવાના ઉપાયથી વાકેફગાર થવું જોઈએ અને એટલેથી જ ન અટકતાં એ ઉપાયને સતત અને સચોટ અમલ કરવો જોઈએ. Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004617
Book TitleKarmasiddhanta Ruprekha ane Praudh Grantho
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherSha Maghrajji Khumaji Vadanvadiwala
Publication Year1969
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati & Karma
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy