________________
એરિયાત : રૂપરેખા અને પ્રૌઢ અને
પણ આકાશ છે. એને થાકાકા' કહે છે. લેકમાંના સચેતન પદાર્થોને જીવ, આત્મા, પ્રાણી, સત્વ, ભૂત ઈત્યાદિ નામે ઓળખાવાય છે. અચેતન પદાર્થો એટલે પુદગલ, ધર્માસ્તિકાય,
અધર્માસ્તિકાય, આકાશ અને કાળ, પુદગલ એ રૂપ, રસ, ગબ્ધ અને સ્પર્શથી યુક્ત પદાર્થ છે. બાકીના તમામ અચેતન પદાર્થો રૂપાદિથી રહિત છે–અમૂર્ત છે.
લેકને “સંસાર' પણ કહે છે અને કર્મસિદ્ધાન્તને સંબંધ મુખ્યત્વે સંસારી જીવ અને પુદ્ગલ સાથે છે. સંસારી જીવ એટલે અનાદિ કાળથી કર્મથી લેપાયેલે-આવૃત જીવ. એનું એ આવરણ દૂર થતાં એ મુક્ત બને છે. એને “સિદ્ધ” તેમ જ “સિદ્ધ પરમાત્મા’ કહે છેઆમ જીવના બે વર્ગ છે : (૧) સંસારી અને (૨) સિદ્ધ.
પ્ર. ૨ઃ જીવનું શુદ્ધ, સાચું અને સનાતન સ્વરૂપ શું છે?
ઉત્તર : જીવ મૂળ સ્વરૂપે નિરંજન–અકર્મક અને નિરાકાર છે. એ ચિંતન્યમય છે અને શાશ્વત સુખને-આનંદને ભક્તા છે. એ સચ્ચિદાનંદમય છે. એ અચ્છેદ્ય, અભેદ્ય, અદાહ્ય અને અકાય છે. એ જન્મ અને મરણથી સર્વથા રહિત છે. આમ એ અજરામર છે–અવિનાશી છે. આ એનું ખરેખરું શુદ્ધ, સાચું, અને સનાતન સ્વરૂપ છે. એ સ્વરૂપ સંસારી જીવને મુક્ત થતાં પ્રાપ્ત
૧૨. આ બન્ને સ્વતઃ ગતિ કરતા પદાર્થોની ગતિમાં અને ગતિપૂર્વક સ્વતઃ સ્થિતિ કરનાર પદાર્થોની સ્થિતિમાં સહાયક છે. આ પદાર્થો તે સંસારી જીવો અને પુત્રો છે, ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય અને આકાશ સદા સ્થિર જ છે.
Jain Education International 2010_05 For Private & Personal Use Only
www.jainelibrary.org