SearchBrowseAboutContactDonate
Page Preview
Page 32
Loading...
Download File
Download File
Page Text
________________ [૨] કર્મપ્રશ્નોત્તરી જૈન દર્શનના વિવિધ સિદ્ધાતમાં “કર્મસિદ્ધાન્ત” મહત્ત્વનો ભાગ ભજવે છે. એના નિરૂપણર્થે જાતજાતના ગ્રંથ રચાયા છે. એ સિદ્ધાન્ત આથી ઘણે ગહન અને ખૂબ જ ઝીણવટવાળા વિવેચનનો વિષય બન્યો છે. એને સામાન્ય બોધ થાય તે માટેનો એક માર્ગ એને અંગેના પ્રશ્નો અને ઉત્તરો છે. અત્યાર સુધીમાં ચારેક પ્રશ્નાવલીઓ પ્રકાશિત થઈ છે. મેં પણ કર્મસિદ્ધાન્ત સંબંધી સાહિત્ય નામના મારા પુસ્તક (પૃ. ૧૭૧-૧૭૪)માં એક પ્રશ્નાવલી આપી છે. એ દ્વારા ૪૧ પ્રશ્ન રજૂ કર્યા છે. આજે હું એ પ્રશ્નો અને એના સંક્ષિપ્ત ઉત્તર તરીકે આ પ્રશ્નોત્તરી ઉપસ્થિત કરું છું. સૌથી પ્રથમ એક પ્રશ્ન અને પછી એને ઉત્તર એ ક્રમે આ વિષયનું નિરૂપણ કરીશ. પ્રશ્ન ૧ : “જગતું એટલે શું ? ઉત્તર : જગતું એટલે વિશ્વ, દુનિયા, સૃષ્ટિ. આ ત્રણે શબ્દ સર્જાશે એકાઈક નથી. “જગ’ માટે અંગ્રેજીમાં universe, cosmos અને world જેવા શબ્દો વપરાય છે. જેના મંતવ્ય મુજબ જગતના બે વિભાગ છે : (૧) લેક અને (૨) અલેક. લેકમાં સચેતન તેમ જ અચેતન પદાર્થો છે જ્યારે - અલકમાં આકાશ નામને એક જ પદાર્થ છે અને તે અચેતન છે. એથી કેટલીક વાર એને અલકાકાર કહે છે, લેકમાં Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004617
Book TitleKarmasiddhanta Ruprekha ane Praudh Grantho
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherSha Maghrajji Khumaji Vadanvadiwala
Publication Year1969
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati & Karma
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy