________________
| [ ૨૪ ] કષાય સંબંધી સાહિત્ય : સઝાયે
જૈન દર્શનના જે કેટલાક મુખ્ય સિદ્ધાન્ત છે તેમને એક સિદ્ધાન્ત તે કર્મસિદ્ધાન્ત' છે. એમાં કષાયોનું નિરૂપણ અગ્ર ભાગ ભજવે છે. આ કષાયે એ સંસારી જીની ખાનાખરાબીપાયમાલી કરનારા કટ્ટા શત્રુઓ છે. એને જેમ રાગ અને દ્વેષ એમ બે વર્ગમાં વિભક્ત કરાય છે તેમ એના ક્રોધ, માન, માયા અને લેભ એમ ચાર પ્રકાર પણ ગણાવાય છે.
પાંત્રીસેક વર્ષ ઉપર મેં કમીમાંસા નામનું પુસ્તક રચવા વિચાર કર્યો હતો અને ત્રણેક વર્ષ ઉપર એ કાર્ય હાથ ધર્યું હતું. એના ઉદ્દઘાતના એક અંશરૂપે કર્મસિદ્ધાન્ત સંબંધી સાહિત્યને વિષય લગભગ તૈયાર થતાં એને યોગ્ય સ્વરૂપ આપી મેં “કર્મસિદ્ધાન્ત સંબંધી સાહિત્ય” નામનું પુસ્તક તૈયાર કર્યું છે અને એ અત્યારે છપાય છે. આ કર્મમીમાંસાનું કાર્ય કરતાં કરતાં કષા વિષે મેં પ્રસંગે પાત્ત લખ્યું છે પરંતુ એથી આ વિષયને પૂરે ન્યાથ આપી શકાય તેમ ન લાગવાથી મેં કષાયમીમાંસા નામનું સ્વતંત્ર પુસ્તકનું કાર્ય પણ સાથે સાથે શરૂ કર્યું છે અને મારી રીત પ્રમાણે એના ઉપઘાતના અંશે આલેખવા માંડ્યા છે. એમને એક અંશ તે
૧, આથી તે કહ્યું છે કે “ષાયમુર્તાિ: વિરુ મુવિતરે. ૨. હવે તે આ છપાવી પ્રસિદ્ધ પણ કરાયું છે.
Jain Education International 2010_05 For Private & Personal Use Only
www.jainelibrary.org