________________
[ ૨૧ ] છખંડાગમ અને કસાયપાહુડ
તેમ જ એ પ્રત્યેકનું વિવરણાત્મક સાહિત્ય
શૂન્યનું નામ “છખંડાગમ” એવું નામ એના કર્તા તરફથી રજૂ થયું હોય એમ જણાતું નથી. ધવલા (ભા. ૧, પૃ. ૭૧)માં આ કૃતિને ખંડસિદ્ધાંત (સં. ખંડસિદ્ધાંત) કહી છે. એના ૭૪મા પૃષ્ઠમાં આ કૃતિના છ ખંડ હેવાને ઉલેખ છે. આ ઉપરથી છખંડસિદ્ધત (સં. ,ખડસિદ્ધાન્તા એવું નામ છખંડાગમ (ભા. ૧)ની પ્રસ્તાવના (પૃ. ૬૩)માં સૂચવાયું છે છખંડાગમના પહેલા પાંચ ખંડ ઉપર જે ઘવલા નામની ટીકા છે તેમાં સિદ્ધાંત” અને “આગમને એકાર્થક ગણેલ છે. એ રીતે વિચારતાં આ કૃતિને છખંડાગમ (સે પખાગમ) કહી શકાય અને ઇન્દ્રનદિએ તે મૃતાવતારમાં પખંડાગામ એવું સંસ્કૃત નામ આપ્યું પણ છે. આ સંસ્કૃત નામથી તેમ જ આગમ અને પરમાગમ એવાં નામથી પણ આ કૃતિ ધવલાકાર પછીથી મેટે ભાગે ઓળખાવાઈ છે.
ઉપર્યુક્ત પ્રતાવના (પૃ. ૭૦)માં કહ્યું છે કે “મહાકર્મપ્રકૃતિ' અને “સત્કર્મ એ બંને સંજ્ઞા એક જ અર્થની ઘાતક છે. એથી એ વાત સિદ્ધ થાય છે કે સમસ્ત ખડાગમનું
Jain Education International 2010_05 For Private & Personal Use Only
www.jainelibrary.org