SearchBrowseAboutContactDonate
Page Preview
Page 204
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૧૪ ] કમ્મપયડિ અને (મધ)સયગ ( અનાગમિક સાહિત્યનાં બે અમૂલ્ય ને ) જૈન સાહિત્યને અનેક રીતે વિચાર થઈ શકે છે. એને ઇતિહાસ પણ સંપ્રદાય, ભાષા અને વિષય એમ વિવિધ દષ્ટિબિન્દુ અનુસાર આલેખી શકાય છે. મેં આ સાહિત્યના ઈતિહાસને બે વિભાગોમાં વિભક્ત કર્યો છે અને એથી આ રાહિત્યના આગમિક અને અનાગમિક એવા બે વર્ગ પાડયા છે. આગમિક સાહિત્યમાં આગમનો અને એના ઉપરના વિવિધ ભાષામાં રચાયેલાં વિવરણને સમાવેશ થાય છે. આ આગમિક સાહિત્ય ચૌદ-પંદર લાખ કલેક જેટલું હોવાનું અને એની એક શુદ્ધ નકલ ઉતરાવવાને ખર્ચ સાડી બાવીસ હજાર રૂપિયા થાય એમ વિ. સં. ૧૯૬૫માં જન ગ્રંથાવલી (પૃ. ૭૩)માં સૂચવાયું હતું. જન ગ્રંથાવલીની પ્રસ્તાવના (પૃ ૯)માં ઉલ્લેખ છે કે “ફક્ત સંસકૃત તથા માગધીમાં રચાયેલું જૈન સાહિત્ય અમારી અટકળ મુજબ લગભગ સાઠ લ બ લેક જેટલું થાય છે. જો કે અત્યારે વિદ્યમાન છે, તે પણ સઘળું આ લીસ્ટમાં દાખલ થઈ શકયું નથી.” ૧, જૈન ગ્રહર તે શું પણ કેટલાક સાધુએ પણ “અદ્ધમાગણી (સં. અર્ધમાગધી)ને બદલે “માગધી ને પ્રયોગ કરે છે તે હવે તો આમ ન થવું ઘટે કેમકે માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓ પણ “અર્ધમાગધી”ના નામથી આજે વાકેફગાર છે. Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004617
Book TitleKarmasiddhanta Ruprekha ane Praudh Grantho
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherSha Maghrajji Khumaji Vadanvadiwala
Publication Year1969
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati & Karma
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy