________________
કર્મસિદ્ધાન્ત : રૂપરેખા અને પ્રૌઢ શળે (૫) પાંચમી ભૂમિકામાં નિદ્રા વખતે આવેલ સ્વપ્નનું જાગ્યા બાદ જે ભાન થાય છે તેને સમાવેશ થાય છે તેથી તે “સ્વ ” કહેવાય છે.
( ૬ ) છઠ્ઠી ભૂમિકામાં વર્ષોનાં વર્ષો સુધી ચાલુ રહેલ સ્વપ્નને સમાવેશ થાય છે. આ સ્વપ્ન શરીરપાત થયા છતાં પણ ચાલુ રહે છે તેથી તે “સ્વપ્ન–જાગ્રત” કહેવાય છે
( ૭ ) સાતમી ભૂમિકા ગાઢ નિદ્રાની હોય છે, જેમાં જડ જેવી સ્થિતિ થઈ જાય છે અને કર્મો માત્ર વાસનારૂપે રહેલાં હોય છે તેથી તે “સુષુપ્તિ” કહેવાય છે.
ત્રીજીથી સાતમી સુધીની પાંચ ભૂમિકાએ સપષ્ટપણે મનુષ્યનિકાયમાં અનુભવાય છે.”
શુભેચ્છા વગેરે સાત ભૂમિકાઓ વિષે ચોગવાસિષ્ઠના ઉત્પત્તિ પ્રકરણ (સ. ૧૧૮)માં તેમ જ એના “નિર્વાણું પ્રકરણ (સ. ૧૨૦)માં નિરૂપણ છે. એ ઉપરથી પં, સુખલાલજીએ નીચે મુજબ તારણ કર્યું છે –
“( ૧ ) હું મૂઢ જ શા માટે રહું? હવે તે શાસ્ત્ર અને સજન દ્વારા કાઈક આત્માવકન કરીશ એવી વૈરાગ્યપૂર્વક જે ઇચ્છા તે “શુભેચ્છા.”
(૨) શાસ્ત્ર અને સજજનના સંસર્ગપૂર્વક વૈરાગ્યાભ્યાસને લીધે જે સદાચારમાં પ્રવૃત્તિ થવી તે “વિચારણું.
(૩) શુભેચ્છા અને વિચારણાને લીધે જે દુનિયાના વિષયોમાં આસક્તિ ઘટે છે તે “તનમાનસા” કહેવાય છે, કારણ કે તેમાં સંકલ્પ-વિકલપ ઓછા હોય છે.
Jain Education International 2010_05 For Private & Personal Use Only
www.jainelibrary.org