SearchBrowseAboutContactDonate
Page Preview
Page 120
Loading...
Download File
Download File
Page Text
________________ રૂપરેખા ૯૫ સ્થિતિના પણ સાત ભાગ કરી એ દરેકને “ભૂમિકા' તરીકે ઓળખાવી એનાં જે નીચે મુજબ નામે અપાયાં છે તે. સેંધી લઈએ – ( ૧ ) શુભેચ્છા, (૨) વિચારણું, ( ૩ ) તનમાનસા, ( ૪ ) સજ્વાપત્તિ, (૫) અસંસક્તિ, ( ૬ ) પદાર્થોભાવની અને ( ૭ ) તુયેગા. બીજ–જાગ્રત વગેરે સાત ભૂમિકાઓનું વર્ણન ઉત્પત્તિપ્રકરણ (સર્ગ ૧૧૭)માં અપાયું છે. એ ઉપરથી પં. સુખલાલજીએ નીચે મુજબ ઉલેખ કર્યો છે – (૧) પહેલી ભૂમિકામાં અહંવમમત્વની બુદ્ધિની જાગૃતિ નથી હોતી, માત્ર તેવી–જાગૃતિની બીજરૂપે ગ્યતા હોય છે તેથી તે “બીજ–જાગ્રત” કહેવાય છે. આ ભૂમિકા વનસ્પતિ જેવા શુદ્ર નિકાયમાં માની શકાય. (૨) બીજી ભૂમિકામાં અહં ત્વમમત્વની બુદ્ધિ અપાશે જાગે છે તેથી તે “જાગ્રત” કહેવાય છે. આ ભૂમિકા કીટ, પતંગ, પશુ, પક્ષીમાં માની શકાય. . (૩) ત્રીજી ભૂમિકામાં અહત્વમમત્વની બુદ્ધિ વિશેષ પુષ્ટ હોય છે તેથી તે “મહાજાગ્રત” કહેવાય છે. આ ભૂમિકા મનુષ્ય, દેવ આદિ નિકાયમાં માની શકાય, ( ૪ ) થી ભૂમિકામાં જાગ્રત અવસ્થાના મનોરાજ્ય– ભ્રમને સમાવેશ થાય છે. જેમકે એકને બદલે બે ચંદ્ર દેખાવા, છીપમાં રૂપાનું ભાન અને ઝાંઝવામાં પાણીની બુદ્ધિ. આ હેતુથી, આ ભૂમિકા “જાગ્રત-સ્વપ્ન” કહેવાય છે. Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004617
Book TitleKarmasiddhanta Ruprekha ane Praudh Grantho
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherSha Maghrajji Khumaji Vadanvadiwala
Publication Year1969
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati & Karma
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy