SearchBrowseAboutContactDonate
Page Preview
Page 90
Loading...
Download File
Download File
Page Text
________________ 시게 지지지지지지지지지 == A F, Fકામકાજ Fછે ===== શ્રી અઢાર નાતરાની સઝાય ઢાળ-૩ KARATE THE ARATATAREAF 지 지지지지지지지 ઢાળ ૧ લી પહેલાં તે સમરૂં પાસ પંચાસરે રે, સમરી સરસતી માય; નિજ ગુરૂ કેરાં રે ચરણ નમી કરી રે, (રચશું) કહેશું રંગે સઝાય. ભવિ તુમે જે રે સંસારી નાતરાં રે, એ આંકણી; એક ભવે હુઆ ? અઢાર, એહવું જાણીને દૂરે નિવારજે રે; જિમ પામો સુખ અપાર. હાવિ નગરમાં મોટું રે મથુરા જાણિયે રે, તિહાં વસે ગણિકા એક; કુબેરસેના રે નામ છે તેનું રે, વિલસે સુખ અનેક. વિ. એક દિન રમતાં પરશું પ્રેમમાં રે, ઉદરે રહ્યું રે ઓધાન; પૂરણ માસે પ્રસવ્યું જોડલું રે, એક બેટે બેટી સુજાણ. ભવિ. વેશ્યા વિમાસે આપણને ઘરે રે, કુણ જાળવશે એ બાળ, ક્ષણ ક્ષણ લેવા દેવાં ને ધવરાવવાં રે, કુણ કરે સાર સંભાળ ભવિ. એહવું વિમાસી રે પેટીમાં લઈ રે, ઘાલ્યાં બાળક હોય; માંહે તે મેલી નામાંકિત મુદ્રિકા રે, નરીમાં ચલાવે રે સોય. ભવિ. જમુનામાં વહેતી રે આવી સૌરી પુરે રે, વાણું વાહ્યું તે વાર; તવ તિહાં આવ્યા રે ય વ્યવહારિયા રે, નદી કાંઠે હર્ષ અપાર. ભવિ. દૂરથી દીઠી પેટી આવતી રે, હૈડે વિમાસે રે દોય;. એહમાં જે હશે કે તે આપણ બિહું રે, વહેંચી લેશું રે સોય. ભવિ. બેલ બંધ કીધા રે દોય વ્યવહારિયે રે, કાઢી પેટી તે બાર; , પિટી ઉપાડી રે છાની સોડમાં રે, લેઈ ચાલ્યા નગર મોઝાર. ભવિ. પેટી ઉઘાડી તેમાં નિહાળતા રે, દીઠાં બાળક દોય; મનમાં વિચારે રે દોય વ્યવહારિયા રે, શું જાણે પુર કેય. ભવિ. જેને સુત નોતો રે તેણે બેટે લીયો રે, બીજે બેટી હો લીધ; મુદ્રિકા મેળે રે નામ કુબેરદત્ત દિયે રે, કુબેરદત્તા વળી દીધ. ભવિ. ૧૧ અનુક્રમે વાધ્યા રે દોય ભણ્યા ગુણ્યા રે, પામ્યા જોબન સાર; માત તાતે જોઈને પરણાવિયાં રે, વિલસે સુખ અપાર. ભવિ૦ ૧૨ Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004615
Book TitlePrachin Sazzaya Mahodadhi Sachitra Part 2
Original Sutra AuthorN/A
AuthorShah Indrachand Dhanraj Dhoka Adoni AP
PublisherShah Indrachandji Dhanrajji Dhokaji Adoni AP
Publication Year
Total Pages442
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy