________________
[ ૩૫
પ્રાચીન સંસ્કાય મહોદધિ ભાગ-૨
ઢાલ-દ-કી
(શ્રેણુકરાય હું રે અનાથી–એ રાગ). પુંડરીક હવે ચિંતવે, ધન્ય મુજ ભાગ્ય વિશેષ મમતા માયા પરિહરી, લીધું સંયમ ભાવ અશેષ, પ્રણમીયે પુંડરીક ઋષિરાય, કરી ત્રિકરણ મન વચન કાય. પ્ર. ૧ ઉપકરણ જે ચરણનાં, નિજ બાંધવનાં હતાં જેહ, એ પાત્ર ને મુહપત્તિ, લીધાં આનંદ અધિક સનેહ. પ્ર. ૨ મન ચિંતે હવે ધન્ય હું, કરૂં આતમ કારજ સાર; પરભાતે જઈ ગુરૂ કને, શુદ્ધ પાળું સંયમ ભાર. પ્ર૩ ચાલ્યો તિહાંથી એકલે, વન પંચાનન પરે જેહ, ઉવ ઉપર ચાલતે, ખુંચે કાંકરી ચરણે તેહ. પ્ર. ૪ શ્રમ લાગે તસ પંથને, મુનિ પુંડરિક મહારાય તરણી તાપે તનુ તાપે, રહ્યો કેઈક ગામે આય. પ્ર. ૫ જેઈ ઉપાશ્રય અતિ ભલે, રહે શર્વરી તિણે કાય; દર્ભ સંથારો કરી તિહાં, બેઠો ધનધન તે મુનિરાય. પ્ર. ૬ ધ્યાન ધરમનું ધાર, શુભ લેશ ભાવે શુદ્ધ કયારે ગુરૂ પાસે જઈ, પાળું સંજમ નિરમલ બુદ્ધિ. પ્ર. ૭ તાસ શરીરે વેદના, થઈ કેઈ કર્મ વસેણ; નહિ માયા કાયા તણી, મુનિ ધ્યાન અચલ મન તેણુ. પ્ર૮ પુદ્ગલ આતમ તે બિંદુ, ભિન્ન ભાવ જાણે તેહ; ભાવના દ્વાદશ ભાવ, ગુરૂ સમરે મુનિ ધન તેહ. પ્ર. ૯ મસ્તકે અંજલી માંડીને, નમે અહંતે સિદ્ધ સુરીંદ, ખમી ખામે સહુ જીવને, ટાલે અષ્ટાદશ અઘ વૃંદ. પ્ર. ૧૦ ધ્યાન જલે નિજ કાયને, ધંઈ પાપ પંક સમાજ અંતે અણસણ આદરી, પહોતે સર્વાર્થ સિદ્ધ મુનિરાજ, પ્ર. ૧૧ ધન ધન તે જગ મુનિવર, ધન ધન ઉજવલ ભાવ; ભાવ વિના સહુ વૃથા, જિમ શઢ વિહણે નાવ. પ્ર. ૧૨ સંવત અંક મુનિ અડ મહિં, વલી દ્વિતીય આ માસ; રિટ તેરસે રંગે કરી, રચના અતિહી ઉલ્લાસ. પ્ર. ૧૩ ગુરૂ ગૌતમ સીસ તેહના, ખુશાલ વિજય ગુરૂરાય; તાસ તણે સુપસાયથી, કહે ઉત્તમ આનંદ પાય. પ્ર. ૧૪ એહવા મુનિ ગુણ ગાવતાં, લહું વંછિત ઋદ્ધિ રસાલ, જેહ ભણે ગણે સાંભલે, હોય તસ ઘર મંગલ માલ. પ્ર. ૧૫
સમાસ
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org