________________
૩૦ ]
પ્રાચીન સક્ઝાય મહોદધિ ભાગ-૨ મસ્તી કરે. ૧ વિશ્વવંદ્ય વિરજી મેઘને, તેણી વાર રે; સેપે સ્થવિર સાધુને, શીખવા આચાર રે, કાંઈ તું મેઘા મસ્તી કરે. ૨ પભણે રાત્રી પારસી, સઘળા અણગાર રે; આવી તવ બારણે, મેઘનો સંથાર રે, કાંઈ તું મેઘા મસ્તી કરે. ૩ કોઈ હણે કુણીએ, કેઈ દીએ ઠેસ રે; કોઈ નડે ઢીંચણે, મેઘ મુનિયેસ રે, કાંઈ તું મેઘા મસ્તી કરે. ૪. ચૌદ સહસ સાધુજી, આવે અને જાય રે; તાસ ચરણ રેખથી, મેઘજી પેદાય રે. કાંઈ તું મેઘા મસ્તી કરે. ૫ વહાણે પૂછી વીરજી, જાઉં પર ઘેર રે; મહાનુભાવો એ મુનિ, દોહિલે એ પર રે. કાંઈ તું મેઘા મસ્તી કરે. ૬ અહો આટલી પરષદા, એહને નમસ્કાર રે; દૂરથી રળીયામણાં, ડુંગર નિરધાર રે. કાંઈ તું મેઘા મસ્તી કરે. ૭ એહવે મન ચિંતવે, ધારણિ કિશોર રે; ન માય નયણે નિંદડી, દોહિલો ભયે ભેર રે. કાંઈ તું મેઘા મસ્તી કરે. ૮ શિખડી તવ માગવા, વિરજી કને જાય રે; મધુર વયણે વિરજી, મેઘને બુલાય રે. કાંઈ તું મેઘા મસ્તી કરે. ૯
ઢાલ–૫–મી. ધારણી ઉરસર હંસલો, તું ગુણમણી ખાણ; મેઘા. સમજી શુદ્ધવટ ચાલીયે, શુભ મતિ હૈયે આણ૦ મેઘા. ૧ વચ્છ તું તો રે ઉત્તમવંશી. સાંભળ તું અમશિખ મેઘા. જગવંદ્ય યતિની રે પગરજે, શું તુજને ચઢી રીસમેઘા. વચ્છ તું તો રે ઉત્તમવંશી ૨ રત્નચિંતામણી પામીને, કુણ ગ્રહે કાચની ગુણ; મેઘા. ચક્રવતી પદવી રે પરિહરી, દાસ પણું ગ્રહે કુણ? મેઘા. વચ્છ તું તે રે ઉત્તમવંશી, ૩ અગ્નિમાં પડવું તે ભલું, પણ ન ભલું વ્રત ભંગ; મેઘા. જીવિત જલબિંદુ જેહવું, સુપન સરીખે રે રંગ મેઘા. વરછ તું તે રે ઉત્તમવંશી. ૪ ત્રીજે ભવે વચ્છ તું હસે, ગિરિ વૈતાઢયજી હાથણ મેઘા. સહસનો રે ધણી ધોળો, દંતો ગજરાજ, મેઘા. વચ્છ તું તે રે ઉત્તમવંશી. ૫ નામે સુમેરપ્રભ તું હતું, એકદા ગ્રીમે ત્યાંહી. મેઘા. દવ બળતો અતિ તરસ્યો તું ગયો, એક સરોવર માંહી મેઘા. વચ્છ તું તે રે ઉત્તમવંશી. ૬ નીર ન પામ્ય તિહાં કને, અ૫ જળ બહુ પંક, મેઘા. તિહાં પૂરવ વૈરી ગજે, હણી તું નિઃશંક. મેઘા. વછ તું તે રે ઉત્તમવંશી. ૭ છેક થયે તું રે જાજર; પીડા ખમી દિન સાત; મેઘા. વરસ એસે વિસનું, ભોગવી આયુ સુજાત. મેઘા. વછ તું તો રે ઉત્તમવંશ. ૮ ચ્યવી વળી તું વિંધ્યાચળે, એ તે કરત અવાજ; મેઘા. સાતસે હાથિણીને થયો, ચઉદંતે ગજરાજ. મેઘા. વચ્છ તું તે રે ઉત્તમવંશી. ૯
ઢાલ-૬-ઠી. એક દિન દવ બળત બહુ, દેખી જંગલ માંહી; જાતિસ્મરણ ઉપન્યું, તેહ ગજને હો ત્યાંહી. ૧ દેવદુઃખ દેખી રે પાછલું, વર્ષાઋતુ થઈ જામ, હાથિણી સહિત તે હાથીયે, ઉદ્યમે આયે હો ત્યાંહિ, દવદુઃખ દેખી રે પાછલું. ૨ તે વર્ષા ઋતુને કાળે, આદિ ને મધ્ય અંતરાઈ વન ટુંકીને રે કીધલું, માંડલું જોજન ત્યાંહિ દવદુઃખ દેખી રે પાછલું.
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org