________________
૪૦૨]
પ્રાચીન સઝાય મહોદધિ ભાગ-૨
દેખી રાજકુંવરી અતિ દીપતી રે લોલ, રોગી સર્વે થયા રળીયાત રે. કર્મ. ૧૩ ચાલી મયણા ઉંબરની સાથમાં રે લોલ, કોઢીયાતણે આવાસ રે. કર્મ. ૧૪ હવે ઉંબર રાણે મન ચિંતવે રે લેલ, ધિક્ ધિક્ મારે અવતાર રે, કર્મ, ૧૫ સુંદર રંગીલી છબી શોભતી રે લોલ, તેનું જીવન કર્યું મેં ધૂળ રે. કર્મ. ૧૬ કહે ઉંબર રાણે મયણ સુંદરી રે લોલ, તમે ઉંડે કરો આલેચ રે. કર્મ. ૧૭ તારી સોના સરીખી દેહડી રે લોલ, મારી સંગતિથી થાશે વિનાશ છે. કર્મ. ૧૮ તે તે રૂપે કરી રંભા સરખી રે લોલ, મુજ કઢીયા સાથે શું સ્નેહ રે. કર્મ. ૧૯ પતિ ઉંબર રાણાના વચન સાંભળી રે લોલ, મયણે હૈડે તે દુઃખ ન માય રે. કર્મ ૨૦ ઢળક ઢળક આંસુ ઢળે રે લોલ, કાગ હસવું દેડક જીવ જાય રે. કર્મ ૨૧ (સાખી) કમલીની જલમાં વસે, ચંદ્ર વસે આકાશ,
જે જિહારે મન વસે, તે તિહારે પાસ. હવે મયણ કહે ઉંબર રાયને રે લોલ, તમે વહાલા છો જીવન પ્રાણ રે. કર્મ. ૨૩ પશ્ચિમ રવિ ઉગે નહી રે લોલ, નવિ લોપે જલધિ મર્યાદા રે. કર્મ૦ ૨૪ સતી અવર પુરુષ છે નહી કે લેલ, કદી પ્રાણ જાય પરલોક છે. કર્મ૨૫ પિતાએ પંચની સામે પરણાવી રે લોલ, અવર પુરૂષ બંધ હોય રે. કર્મ૨૬ હવે પાય લાગીને વિનવું રે લોલ, તમે બેલે વિચારીને બેલ રે. કર્મ૨૭ રાત્રી વીતી એમ વાતમાં રે લોલ, બીજે દિન થયે પ્રભાત રે. કર્મ, ૨૮ હવે મયણા આદીશ્વર ભેટવા રે લોલ, જાય સાથે લઈ ભરથાર રે. કર્મ. ૨૯ પ્રભુ કેસર ચંદને કરી પૂછયા રે લોલ, વળી કંઠે ઠવી ફુલમાળ રે. કર્મ. ૩૦ કરી ચૈત્યવંદન ભાવે ભાવના રે લોલ, ઘરે મયણા કાઉસ્સગ્ગ ધ્યાન રે. કર્મ. ૩૧ પ્રભુ હાથે બીજારુ શોભતું રે લોલ, વળી કંઠે ઠવે કુલમાળ રે. કર્મ. ૩૨ શાસન દેવતા સહુ દેખતા રે લેલ, આપ્યું બીજો હાથ માંય રે. કર્મ૩૩ લીધું ઉંબર રાણાએ તે હાથમાં રે લોલ, મયણા હૈડે તે હર્ષ ન માય રે. કર્મ. ૩૪ પૌષધશાલામાં ગુરૂ વાંદવા રે લોલ, લઈ ચાલી મયણું ભરથાર રે. કર્મ. ૩૫ ગુરૂ આપે છે ધર્મ દેશના રે લોલ, દહીલે મનુષ્ય અવતાર રે. કર્મ૦ ૩૬ પાંચ ભૂલ્યો ને ચારે ચૂકી રે લેલ, ત્રણનું ન જાણ્યું નામ રે. કર્મ. ૩૭ જગત ઢંઢેરો ફેરીયે રે લોલ, બોલે છેશ્રાવક મારું નામ રે. કર્મ૦ ૩૮ લાલચ શું લાગી રહ્યો રે લોલ, વાલા નન્ને રહ્યો હજુર રે. કર્મ૩૯ ઉંબર મયણ એ ગુરુ વાંદિયા ને લેલ, ગુરૂએ દીધો છે ધર્મલાભ રે. કર્મ૦ ૪૦ સખી પરિવારે તું શોભતી રે લેલ, આજે ન સખી દીસે કઈ કેમ રે. કર્મ. ૪૧ સર્વ વૃત્તાંત સુણાવીયો રે લોલ, છે એક વાતનું મને દુઃખ રે. કમ ૪૨ દેખી જૈન શાસનની હેલના રે લોલ, કરે મુખ મિથ્યાત્વી લોક રે. કર્મ, ૪૩
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org