________________
[ ૭૭૭
પ્રાચીન સઝાય મહેદધિ ભાગ-૨
શ્રી મહાવીરજિન સ્તવન શ્રી મહાવીર મનેહરૂ, પ્રણમું શિર નામી; કંથ જશોદા નારીને, જિન શિવગતિ ગમી. ભગિની જાસ સુંદસણા, નંદી વર્ધન ભાઈ હરિ લંછન હેરાલુઓ, સહુ કોને સુખદાયી. સિદ્ધાર્થ ભૂપતિ તણ, સુત સુંદર સેહે; નંદન ત્રિશલા દેવીને, ત્રિભુવન મન હે. એક શતદશ અધ્યયન જે, પ્રભુ આપ પ્રકાશે; પુણ્ય પાપ ફલ કેરડાં, સુણે ભવિક ઉલાસે. ઉત્તરાધ્યયન છત્રીશ જે, કહે અર્થ ઉદાર; સેલ પર દયે દેશના, કરે ભવિક ઉપગાર. સર્વાર્થ સિદ્ધ મુહર્તમાં, પાછલી જે રચણી; યોગ નિરોધ કરે તિહાં, શિવની નિસરણી. સ્વાતી નક્ષત્ર ચંદ્રમાં, જેગે શુભ આવે; અજરામર પદ પામીયાં, જજ જય રવ થાય. ચોસઠ સુરવર આવીયા, જિન અંગ પખાલી, કલ્યાણક વિધિ સાચવી, પ્રગટી દીવાલી. લાખ કોડી ફલ પામીયે, જિન ધ્યાને રહીયે, ધીર વિમલ કવિરાજનો, જ્ઞાન વિમલ કહિયે.
તૃતીય ચિત્યવંદન શ્રી સિદ્ધાર્થ નૃપ કુલ તલો, ત્રિશલા જસ માત, હરિ લંછન તનુ સાત હાથ, મહિમા વિખ્યાત; ત્રીશ વરસ ગૃહવાસ છડી, લીએ સંયમ ભાર; બાર વરસ છદ્મસ્થ માન, લહી કેવલ સાર; ત્રીશ વરસ એમ સવિ મલી એ, બહોતેર આયુ પ્રમાણ દીવાલી દિન શિવ ગયા, કહે નય તેહ ગુણ માણ.
Jain Education Internal 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org