________________
પ્રાચીન સઝાય મહોદધિ ભારતી બાર તો કરી
[ ૨૫
(સનેહી વીરજી જયકારી રે. દેશી) વેશ્યાયે વધાવ્યા સ્વામી રે, ઊભી આગળ શિરનામી રે; કહે સાંભળે અંતરજામી, વાલાજીની વાટડી અમે જોતાં રે. (આંકણી) ૧ વિરહાનલે દાધી દેહ રે, ઘણા વરસ રહી હું ગેહ રે; પણ નાવ્યો નગીને નેહ. વાલા. ૨ કામી સમરે નિશિઘેરા રે, જામ જલધર જપે મેરા રે; જલ ચાતક ચંદ ચકેરા. વાલા. ૩ જેઠ માસ તે જેમ તેમ કાઢો રે, મને મયણ તે વ્યાપ ગાઢ રે; વલી આવે તે માસ અષાઢો. વાલા. ૪ પડવે દિન પીયું સાંભળતાં રે, નિશિ મેર તે ટહુકા કરતા રે આઠ પહોર ગયા દુઃખ ધરતા. વાલા. ૫ બીજે બીજી ને નિહાલી રે, હું તે બાલપણની બાલી રે; મેલી મુજને શું તમે ટાલી. વાલા. ૬ ત્રીજે તિખલ એક જાણ્યું રે, ચિત્રશાળી મેં તુમ રૂપ શમ્યું રે; જોતાં મનડું મારૂ તિહાં લાગ્યું. વાલા. ૭ ચેાથે અવધિ ઘડીચ્ચાર રે, કરી ચાલ્યા ચતુર તજી નાર રે; હોય ચાર વરસની વાર. વાલા. ૮ પાંચમે પંચામૃત ખાધો રે, પંચ બાણ તણે રસ વાધ્યો રે, જોતાં જીવન કયાંહિ ન લાધ્યો. વાલા. ૯ છટ્રેટે છટકીને મેલી રે, જુઓ ચઉટે નાથ સાહેલી રે, હું ધરતી દુઃખ એકલી. વાલા. ૧૦ સાતમે દિન શય્યા મેં ઢાલી રે, દીપ–ધુપ-કુસુમને ટાલી રે; કીધું શયન તે પાસું વાલી. વાલા. ૧૧ આઠમે ઉઠી પરભાતે રે, સંભાર્યો પીયુ વરસાતે રે; નિશિનાથ નડ્યો ઘણું રાતે. વાલા. ૧૨ નવમે નિંદા દિલ આવી રે, જિમ રંગ પતંગ રચાઈ રે; ઈસી નાગર જાની સગાઈ. વાલા. ૧૩ દશમે દેવ બહુ માન્યા રે, સુનાવલીયા જેવાણા રે; એમ કીધાં ઘણાં મેં છાના. વાલા. ૧૪ અગ્યારશે અંગ નમાવી , જોઈ વાટ વાતાયને આવી રે; મને કામ નટવે નચાવી. વાલા. ૧૫ બારસ દિન બાર ઉગાડી રે, ઘેર આવી રહી કરનાડી રે, સુપનાંતર પીયુડે જગાડી. વાલા. ૧૬ આજ તેરસને દિન મીઠે રે, પ્રાણ જીવન મેં નયણે દીઠે રે; આજ અમૃત ઘનરસ બુઠો. વાલા. ૧૭, ચૌદસ દિન ચિંતા દલશે રે, હીયડું ઘણું હેજે હલશે રે; મારે પ્રેમ તે તુમશું મળશે. વાલા. ૧૮ શણગાર સજી સંચરશું રે, દુર્જનીયાંથી નવિ ડરશું રે; પૂનમ દિન પૂરા કરશે. વાલા. ૧૯ તે રસ પેલાને જગાવે રે, તિથિ અર્થ કરી ઘેર આવે રે; શુભવીર વચનશું મલાવો. વાલા. ૨૦
ઢાલ ૮ મી
(આવ્યો અષાઢ માસ. એ દેશી) રાજ પધારો મેરે મંદિરીએ, શા પાવન કીજે જી; દાસી તમારી અરજ કરે છે, નરભવ લાહો લીજે, રસભર રમીયેજી, પૂરવ સ્નેહ નિહાલી રસભર રમીયેજી. આંકણી ૧ શાન કરતાં સામું જેશું, તુમ આણુ શિર ધરશુંજી; કોઈ દિવસ તેમને અણગમતું, કારજ કેઈ ન કરશું, રસભર૦ ૨ શ્રી સ્યુલિભદ્ર કહે કેશ્યાને, તથ્ય પશ્ય.
Jain Education International 201005
For Private & Personal Use Only
www.jainelibrary.org