________________
પ્રાચીન સઝાય મહોદધિ ભાગ-૨
[ ૩૭૩ ઘરઘર શ્રીફલ તોરણ ત્રાટજ બાંધીયાં, ગેરી ગાવે મંગલ ગીત રસાલ; રાજા સિદ્ધાર્થ જનમ મહોત્સવ કર્યો, માતા ત્રિશલા થઈ ઉજમાલ. મા. ૬ માતા ત્રિશલા ઝુલાવે પુત્ર પારણે, આંકણી. ઝુલે લાડકડા પ્રભુજી આનંદ ભેર, હરખી નિરખીને ઈંદ્રાણીયે જાયે વારણે આજ આનંદ શ્રી વીરકુમારને ઘેર.
મા૦ ૭ વીરના મુખડા ઉપર વારૂં કોટી ચંદ્રમાં, પંકજ લેચન સુંદર વિશાલ કપિલ શુકચંચુ સરિખી દસે નિર્મલ નાસિકા, કમલ અધર અરૂણ રંગરોલ. માત્ર ૮ ઔષધિ સોવન મઢી રે શોભે હાલ રે, નાજુક આભરણ સઘલાં કંચન મેતીહાર; કર અંગુઠે ધાવે વીરકુમાર હર્ષે કરી, કાંઈ બોલાવતાં કરે કિલકાર. મા. ૯ વીરને લાલાટે કીધે છે કુંકુમ ચાંદલે, શોભે જડિત મત મણિમાં દીસે લાલ; ત્રિશલાયે જુગતે આંજી અણિયાલી બેહુ આંખડી,
સુંદર કસ્તુરીનું બધું દીધું ગાલ. મા૧૦ કંચન સેલે જાતનાં રને જડિયું પારણું,
ઝુલાવતી વેલા થાએ ઘુઘરીને ઘમકાર; ત્રિશલા વિવિધ વચને હરખી ગાયે હાલરૂં, ખેંચે ફુમતિ આલી કંચન દોરી સાર. મા. ૧૧ મારો લાડકવાયો સરખા સંગે રમવા જાશે,
મનહર સુખલડી આવીશ હું એને હાથ; ભજન વેલા રમઝમ રમઝમ કરતે આવશે,
હું તે ઘાઈને ભિડાવીશ હૃદયા સાથ. મા. ૧૨ હંસ, કારંડવ, કેકીલ પોપટ પારેવડાં, માંહી બપૈયા ને સારસ ચકર, મેનાં મોર મેલ્યા છે રમકડાં રમવા તણાં, ઘમ ઘમ ઘુઘરા વજા ત્રિશલા કિશોર. મા. ૧૩ મારે વીરકુમાર નિશાળે ભણવા જાયશે, સાથે સજજન કુટુંબ પરિવાર હાથી રથ ઘડા પાલાએ ભલું શોભતું, કરીશ નિશાલ ગરણું અતિ મહાર. મા૧૪ મારા વર સમાણ કન્યા સારી લાવશું, મારા કુંવરને પરણાવશ હોટે ઘેર; મારો લાડકડો વરરાજા ઘોડે બેસશે, મારો વર કરશે સદાય લીલા લહેર. મા. ૧૫ માતા ત્રિશલા ગાવે વીરકુમારનું હાલરૂં, મારો નંદન જીવજે કેડી વરસ એ તો રાજરાજેસર થાશે ભલે દીપ, મારા મનનાં મરથ પૂરશે જગીશ. મા. ૧૬ ધન્ય ધન્ય ક્ષત્રીયકુંડ ગામ મનોહરૂં, જિહાં વીર કુમારનો જનમ ગવાય; રાજા સિદ્ધારથના કુલમાંહે દિનમણિ, ધન્ય ધન્ય ત્રિશલારાણી જેહની માય. મા. ૧૭ એમ સહીયર ટેલી ભલી ગાવે હાલરૂં, થાશે મનના મનોરથ તેહને ઘેર અનુક્રમે મહદય પદવી રૂપવિજય પદ પામશે,
ગાએ અમીયવિજય કહે થાશે લીલા લહેર. મા. ૧૮
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org