________________
૩૦]
પ્રાચીન સક્ઝાય મહેદધિ ભાગને ઈમ આણુદે અતિક્રમ્યા, શ્રાવણુ ભાર આસો રે, કાર્તિક કેડીલે અનુક્રમે, આવીયડો કાર્તિક માસે રે; પામી પર્વ પતલું, પહલું પુન્ય પ્રવાહિ રે, રાય અઢાર તિહાં મિલ્યાં, પોસહ લેવા ઉછાહિ રે. ત્રિભોવન જન સવિ તિહાં મિટ્યાં, શ્રી જિનવંદન કામ રે; સહેજ સંકિરણ તિહાં થા, તિલ પડવા નહિ ઠામે રે; ગાયમ સ્વામી સમોવડી, સ્વામી સુધર્મા તિહાં બેઠો રે; ધન ધન તે જિણે આપણે, લોયણે જિનવર દિઠ રે. પૂરણ પુન્યના ઔષધ, પૌષધ વ્રત વેગે લીધા રે; કાર્તિક કાલી ચઉદશે, જિન મુખે પચ્ચખાણ કિયારે; રાય અઢાર પ્રમુખ ઘણે, જિન પગે વાંદણ દિયા રે; જિન વચનામૃત તિહાં ઘણે, ભવિયણે ઘટ ઘટ પીધાં રે.
-: ઢાલ ત્રીજી :શ્રી જગદીશ દયાલુ દુઃખ દૂર કરે રે, કૃપા કોડિ તુજ જેડી; જગમાં રે જગમાં રે કહીએ કેહને વીરજી રે. જગજનને કુણ દેશે એવી દેશના રે, જાણી નિજ નિરવાણ નવરસ રે નવરસ રે સેલ પહોર દિયે દેશના રે. પ્રબલ પુ ફલ સંસુચક સોહામણું રે, અજયણાં પણ પન્ન કહીયાં રે કહીયાં રે મહિયાં સુખ સાંજલિ એ રે. પ્રબલ પાપ ફલ અજઝયણ તિમ તેટલાં રે, અણુ પુછયાં છત્રીસ સુણતાં રે સુણતાં રે ભણતાં સવિ સુખ સંપજે રે. પુણ્ય પાલ રાજા તિહાં ધર્મ કથાતરે રે, કહો પ્રભુ પ્રત્યક્ષ દેવ; મુજને રે મુજને રે સુપન અર્થ સવી સાચલો રે. ગજ વાનર ખીર દ્રમ વાયસ સિંહ ઘડે રે, કમલ બીજ ઈમ આઠ; દેખી રે દેખી રે સુપન સભય મુઝ મન હુઓ રે. ઉખર બીજ કમલ અસ્થાનકે સિંહનું રે, જીવ રહિત શરીર; સેવન રે સેવન રે કુંભ મેલીને એ શું ઘટે રે. વિર ભણે ભૂપાલ સુણે મન થીર કહી રે, સુમિણ અર્થ સુવિચાર હૈડે રે હૈડે રે ધરજે ધર્મ ધુરંધરૂ રે.
-: ઢાલ ચોથી :શ્રાવક સિંધુર સરિખા, જનમતના રાગી; ત્યાગી સહ ગુરુ દેવ ધર્મ, તત્તે મતી જાગી;
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org