________________
પ્રાચીન સઝાય અહેદધિ ભાગ-૨
સહજ ગુણ રોષી, નામે ચંડ કેશીયે, જિનપદે શ્વાનતિમ જેહ વિલો; તેહને બુઝવી ઉદ્ધર્યો જગપતિ, કિધલ પાપથી અતિહી અલગ. મુe૭ વેદયામાં ત્રીયામાં લગે ખેદી, ભેદીયે તુજ નવી ધ્યાન કું; શૂલપાણે અનાણું અહો બુઝવ્યા, તુજ કૃપા પાર પામે ન શોભે. મુ૦૮ સંગમે પીડીયે પ્રભુ સજલ લોયણે, ચિંતવે છુટયે કિમ એ તાસ ઉપરે દયા એવડી શી કરી, સાપરાધ જને સબલ નેહો. ને. મુ૦૯ ઈમ ઉપસર્ગ સહેતાં, તરણિ મિત વરસ, સાધ્ધ ઉપર અધિક પક્ષએકે; વીર કેવલ લલ્લું કર્મ દુઃખ સવદહ્યું, ગહગહ્યું સુર નિકર નર અને કે. મુ.૧૦ ઇંદ્રભૂતિ પ્રમુખ સહસ ચઉદશમુનિ, સાહુણી સહસ છત્રીસ વિકસ, ઓગણસાઠ સહસ એક લાખ શ્રદ્ધાલુઆ, શ્રાવિકા ત્રિલેખ અઢાર સહસી. મુ૦૧૧ ઈમ અખિલ સાધુ પરિવારશું પરવર્યો, જલધિ જંગમ છો ગુહીર ગાજે; વિચરતા દેશ પરદેશ નિય દેશના, ઉપદિશે સયલ સંદેહ ભાંજે. મુ૧૨
-: ઢાલ બીજી :હવે નિય આય અંતિમ સમે, જાણિયા શ્રી જિનરાય રે, નયરી અપાપાએ આવીયા, રાય સમાજને ઠાય રે, હસ્તિ પાલગ રાયે દીકલા, અવિયડા આંગણ બાર રે, નયન કમલ દીય વિકસીઆ, હરસીલા હઈડા મઝાર રે. ભલે ભલે પ્રભુજી પધારીયા, નયન પાવન કીધાં રે; જનમ સફલ આજ અમ તણે, અમ ઘર પાઉલાં દીધા રે; રાય રાણુ જીન પ્રણમીયા, મોટે મોતીડે વધાવી રે; જિન સનમુખ કર જોડીય, બેઠલા આગલે આવી રે. ધન અવતાર અમારડે, ધન દિન આજુને જેહ રે; સુરતરૂ આંગણે મેરિયે, મોતિયડે વૂડ્યો મેહો રે, આ યું અમારડે એવડો, પુરવ પુન્યને નેહે રે; હૈડલ હેજે હરસિએ, જે જિન મલિઓ સંગે રે. અતિ આદર અવધારિયે, ચરમ ચોમાસું રહિયા રે; રાય રાણી સુરનર સવે, હિચડલા માંહે ગહગહિયા રે; અમૃતથી અતિ મીઠડી, સાંભલી દેશના જિનની રે, પાપ સંતાપ પર થયે, શાતા થઈ તન મનની રે. ઇંદ્ર આવે આવે ચંદ્રમા, આવે નરનારીના છંદ રે; ત્રિણ પ્રદક્ષિણા દેઈ કરી, નાટિક નવ નવે છે રે જિન મુખ વયણની ગોઠડી, તિહાં અતિ ઘણું મીઠી રે; તે નર તેહજ વરણુ, જીણે નિજ નયણુલે દીઠી રે.
૧૦
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org