________________
i 38€
પ્રાચીન સઝાય મહેદધ ભાગ-૨
સૌધર્મે મધ્ય સ્થિતિયે થયો, આઠમે રૌત્ય સન્નિવેશે ગયે; અગ્નિત દ્વિજ ત્રિદંડી, પૂર્વ આયુ લાખ સાઠે મૂઓ. મધ્ય સ્થિતિએ સુર સ્વર્ગ ઈશાન, દશમે મંદિરપુર બ્રિજ ઠાણ, લાખ છપ્પન પૂરવાપુરી, અગ્નિભૂતિ ત્રિદંડીક મરી. ત્રીજે સ્વર્ગ મધ્યાયુ ધરી, બારમે ભવ તાંબી પુરી; પૂરવ લાખ ચુંમાલીસ આય, ભાર દ્વિજ ત્રિદંડીક થાય. તેરમે ચોથે સગે રમી, કાળ ઘણે સંસારે ભમી; ચઉદમે ભવ રાજગૃહી જાય, ચેત્રીસ લાખ પૂવને આય. થાવર વિપ્ર ત્રિદંડી થયો, પાંચમે સર્ગ મરીને ગયો; સોળમે ભવ કોડ વરસ સમાય, રાજકુમાર વિશ્વભૂતિ થાય. સંભૂતિ મુનિ પાસે અણગાર, દુક્કર તપ કરી વરસ હજાર માસખમણ પારણ ધરી દયા, મથુરામાં ગૌચરીયે ગયા. ગાયે હણ્ય મુનિ પડીયા વશા, વિશાખા નંદી પિતરિ હસ્યા; ગૌશૃંગ મુનિ ગર્વે કરી, ગયણ ઉછાળી ધરતી ધરી. તપ બળથી હે બળ ધણી, કરી નિયાણું મુનિ અણુસણી; સત્તરમે મહાશુકે સુરા, શ્રી શુભવીર સત્તર સાગરા.
- -: ઢાલ ચોથી :(નદી યમુના કે તીર, ઉડે દેય પંખીયાં. દેશી) અઢારમે ભવ સાત, સુપન સૂચિત સતી; પિતન પુરીયે પ્રજાપતિ, રાણું મૃગાવતી; તસ સુત નામે ત્રિપૃષ્ઠ, વાસુદેવ નીપજ્યા પાપ ઘણું કરી, સાતમી નરકે ઉપન્યા. વીશમે ભવ થઈ સિંહ, ચોથી નરકે ગયા; તિહાંથી આવી સંસારે, ભવ બહુલા થયા; બાવીશમે નરભવે લહી, પુણ્ય દશ વર્યા, ત્રેવીશમે રાજ્યધાની, મૂકાએ સંચર્યા. રાય ધનંજય ધારણ, રાણયે જનમીયા; લાખ ચોરાશી પૂર્વ આયુ છવિયા; પ્રિય મિત્ર નામે ચકવતી દીક્ષા લહી; કેડી વરસ ચારિત્ર દશા પાળી સહી. મહાશુદે થઈ દેવ, ઈણે ભરત ચવી; છત્રિકા નગરીયે, જિતશત્રુ રાજવી
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org